સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ ડ્રગ્સના રવાડે ચડ્યું
SOG પોલીસે મનહર પ્લોટમાંથી 6.69 લાખના 66.90 ગ્રામ MD ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ નશીલા પદાર્થના વેપલાનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ફરી નશાનો કાળા કારોબાર કરતા શખ્સને જઘૠએ ઝડપી પાડ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં નશાનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. જઘૠ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મનહર પ્લોટ શેરી નંબર 2માંથી યોગેશ બારભાયા નામના સોની શખ્સની જઘૠ પોલીસે મેફેડ્રોન સાથે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી કુલ 6.69 લાખના 66.90 ગ્રામ ખઉ ડ્રગ્સનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે આરોપીની પુછપરછ કરી ડ્રગનો જથ્થો કોની પાસેથી લાવી કોને વહેંચતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ નશીલા પદાર્થના વેપલાનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આજથી એક માસ પહેલા પણ નશાનો કાળા કારોબાર કરતા શખસને જઘૠએ ઝડપી પાડ્યો હતો. જેમાં ડ્રગ્સ પેડલરે ચપ્પલમાં ડ્રગ્સનો જથ્થો છૂપાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. અને મેફેડ્રોનના જથ્થા સાથે કુલ 5,49,250નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી ચૂકેલા યુવાનની જિંદગી બરબાદ
ડ્રગ્સના રવાડે ચડી ગયેલા યુવાનોની જિંદગી આખરે બરબાદ થઈ જાય છે. અગાઉ પણ રાજકોટના અન્ડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી ચૂકેલો યુવાન ડ્રગ્સના રવાડે ચડી જતા આખરે કંટાળી માતાને સંબોધી એક ચીઠ્ઠી લખી ઘર છોડી નાસી છૂટ્યો હતો. બાદમાં યુવાનની માતા મીડિયા સમક્ષ ન્યાયની માગ સાથે પહોંચી હતી. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા રાજકોટ જઘૠ પોલીસ મહિલાને લઇ તેનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ દરમિયાન મહિલાએ 4થી 5 જેટલા ડ્રગ્સ પેડલરના નામ આપ્યા હતા.
પાંચ મહિનાથી ડ્રગ્સનો કારોબાર કરતો હોવાની આરોપીની કબૂલાત
રાજકોટ એસઓજીના ઙઈં જીતુભા ઝાલાએ જણાવ્યુ કે, હાલ યોગેશ બારભાયાને એ ડિવિઝન પોલીસને સોંપી દેવાયો છે. ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે, આ ડ્રગ્સ મુંબઈથી આવ્યું હતું અને તે છેલ્લા પાંચ મહિનાથી ડ્રગ્સ લેતો હતો અને તેનો વેપાર પણ કરતો હતો. ત્યારે ગઈકાલે બાતમીના આધારે એસઓજીએ રેડ પાડી આરોપીની ધરપકડ કરી હતી
- Advertisement -
યુવાનો પોતાને ‘કૂલ ડૂડ’ દેખાડવા ડ્રગ્સના રવાડે ચડ્યા
આજનું આધુનિક યુગનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. યુવાનો તનાવ અને એકલતા દૂર કરવા નશાનો સહારો લે છે અને તેનો આદિ બની જાય છે. જેને કારણે તેનો સ્વભાવ પણ ચિડચિડિયો બનતો જાય છે. આજના સોશિયલ મીડિયાના ગુલામ યુવાનો એવું વિચારે છે કે, એક વખત લીધા બાદ છોડી દઈશું પરંતુ એવું થતુ નથી આ આદત છૂટતી જ નથી અને યુવાનો આ ડ્રગ્સની ચૂંગાલમાં ફસાઈ જાય છે લગભગ ઘણા સમયથી ચરસ, ગાંજા, એમડી, બ્રાઉન સુગર જેવા ડ્રગ્સ ગુજરાતની બજારમાં આસાનીથી ઉપલબ્ધ થતા યુવાનો કૂલ દેખાવવા માટે ડ્રગ્સનો સહારો લે છે જો કે, એક સરવે મુજબ ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત મામલે ગુજરાત પણ અગ્રેસર છે
કોલેજિયનો ડ્રગ્સનો શિકાર બને છે, કોડવર્ડથી કારોબાર
ડ્રગ્સના કારોબારમાં કોલેજિયનો અને 35 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓ ડ્રગ્સના રવાડે ચડતી હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સ-પેડલરો દ્વારા આ ડ્રગ્સનો જથ્થો પડીકી સ્વરૂપે પહોંચાડવામાં આવે છે. ડ્રગ્સના કાળા કારોબારમાં કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોડવર્ડનો ઉપયોગ થયા બાદ જ નશાનો આ સામાન આપવામાં આવે છે.
ડ્રગ્સની હેરાફેરી માટે દરિયાકાંઠો હોટ ફેવરીટ
તારીખ કિંમત સ્થળ
15-9-2021 3000 કરોડ મુંદ્રા પોર્ટ
23-9-2021 150 કરોડ પોરબંદર
24-9-2021 19.62 લાખ સુરત
27-9-2021 26 લાખ બનાસકાંઠા
10-11-2021 315 કરોડ ખંભાળિયા
14-11-2021 600 કરોડ ઝીંઝુડા (મોરબી)
20-12-2021 400 કરોડ જખૌ (કચ્છ)
21-4-2021 2500 કરોડ કંડલા
25-4-2021 350 કરોડ જખૌ (કચ્છ)