પરમદિવસે રાત્રે અમારા ઘરે સુધા અને તેના માણસો સાથે અમને જાનથી મારી નાખવા આવ્યા હતા: મૃતકનો ભાઈ
રાજકોટમાં ડ્રગ પેડલર સુધા, સુધરતી જ નથી: માતાએ હૈયાફાટ રૂ દન કરતા કહ્યું: સુધાના ત્રાસથી મારો દીકરો મર્યો, નફ્ફટ સુધા બોલતી ગઈ કે ‘51 કેસ કર તોય તારું પોલીસમાં કશું નહીં હાલે’
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ડ્રગ્સ પેડલર સુધાના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ લાગ્યો છે. યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા જય રાઠોડે આર્થિક ભીંસથી કંટાળીને ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો છે. જોકે,યુવકના આપઘાતને લઈને પરિવારજનોએ ડ્રગ્સ પેડલર સુધા નામની મહિલા પર આરોપ લગાવ્યો છે. હાલ આ અંગે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં અનેકવાર ડ્રગ્સ અને ગાંજા જેવા માદક પદાર્થો સાથે પકડાયેલી સુધા ધામેલીયા પોલીસના ચોપડે ચડી ચૂકી છે છતાં પણ તેનો આતંક શહેરમાં યથાવત છે. શહેરમાં યુવાનોને રીતસર ટાર્ગેટ કરીને પહેલા નશાના બંધાણી અને પછી પેડલર બનવા તરફ ધકેલવાની તેની મોડસ ઓપરેન્ડી ચાલી રહ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આજે તેની માતાએ હૈયાફાટ રુદન કરતા કહ્યું હતું કે, સુધાના ત્રાસથી મારો દીકરો મર્યો છે. નફ્ફટ સુધા જયારે મારા દીકરાને મળવા આવી હતી ત્યારે મેં તેને અટકાવી તો મને બોલતી ગઈ કે ‘ મારી વિરૂદ્ધ 51 કેસ કર તોય તારું પોલીસમાં કશું નહીં હાલે’ ઉલ્લેખનીય છે કે 3 મહિના પહેલા સુધાના ત્રાસથી એક માતા મીડિયા સમક્ષ આવી હતી, તેનો પુત્ર પણ ડ્રગ્સની નાગચૂડમાં ફસાયો હતો. પરિવારજનોના વિશેષ નિવેદનમાં આત્મહત્યા માટે મજબુર કરનાર વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ શકે છે. સુધા રાજકોટમાં ડ્રગ્સનો વેપાર કરતી કુખ્યાત મહિલા છે.
- Advertisement -
જેણે આ યુવકની આત્મહત્યાના એક દિવસ પહેલા યુવકને મળી માથાકૂટ કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. જય રાઠોડને સુધા અને તેના સાગરીતોએ ધમકી આપી હતી. આપઘાત કરનાર જય રાઠોડના ભાઈ અને માતાએ ડ્રગ્સ પેડલર સુધા પર આક્ષેપ કર્યા છે. મૃતકના ભાઇ કિરણ ઉર્ફે કાનો રાઠોડ રડતા રડતા જણાવ્યું હતું કે, સુધાએ મારા ભાઇને મારી નાખ્યો છે. વારંવાર ડ્રગ વહેંચવા સુધા દબાણ કરતી હતી જો કે ડ્રગ વહેંચવા ના પાડતા મને અને ભાઈને મારી નાખવા ધમકી આપતી હતી. પરમદિવસે રાત્રે અમારા સુધા અને તેના માણસો સાથે અમને જાનથી મારી નાખવા આવ્યા હતા પરંતુ મારા ભાઈએ દરવાજો ખોલ્યો ન હતો, જો કે આ બાદ મારો ભાઈ ગભરાઇ ગયો હતો અને તેને ગળેફાસો ખાઇ લીધો હતો. મૃતક જયની માતાએ પણ રડતા રડતા સુધાના ત્રાસથી દીકરો ગુમાવ્યાનું રટણ રટ્યું હતું. પરમ દિવસે રાતે કુખ્યાત મહિલા ડ્રગ્સ પેડલર સુધા ઘરે અમને મારવા આવી હતી અને જય સાથે માથાકૂટ કરતી હતી. ત્યારબાદ માથાકૂટ કરીને ગયા બાદ રાત્રીના સમયે લાગી આવતા જયે વહેલી સવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઉપરાંત 51 કેસ કરેલ છે પોલીસ મારુ કશું બગાડી નહીં શકે તેવું સુધા પરિવારને ધમકી આપી હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે પોલીસ કંઈ કરતી નથી કહી અધિકાર નથી તેવો આરોપ લગાવી સુધાની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
આશાસ્પદ મૃતક યુવાન જય રાઠોડની ફાઈલ તસવીર તેમજ તેની માતા અને ભાઈનું હૈયાફાટ રૂદન (તસવીર : રાજુ બગડાઈ)
- Advertisement -
સુધાને ગુજસીટોક હેઠળ જેલહવાલે કરાય તો દાખલો બેસે
ડ્રગ પેડલર સુધા ધામેલિયાએ ગન સાથે સીનસપાટા કરતો વિડીયો મૂકી પોલીસને પડકારી
ડ્રગ પેડલર સુધા ધામેલિયાએ ગઈકાલનાં બનાવ અગાઉ જ પોલીસ-પ્રશાસનને પડકારતો વિડીયો ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો હતો. પિસ્ટલ સાથે મૂકેલા આ વિડીયોનાં બકગ્રાઉન્ડમાં એક ફિલ્મી ડાયલોગ તેણે મૂક્યો છે:
‘ઈજ્જત સે જીને કા, કીસી સે ડરને કા નહીં…
ન પુલીસ સે, ન ખકઅ સે, ન મંત્રી સે….’
એ સમયે જ પોલીસે જો પગલાં લીધા હોત તો આજે સ્થિતિ અલગ હોત.
3 મહિના પહેલા સુધાના ત્રાસથી એક માતા મીડિયા સમક્ષ આવી હતી, પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું.
સુધાએ ફરી માદક પદાર્થોનો વેપલો શરૂ કર્યો
રાજકોટના રૈયાધાર અને જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થઈ રહ્યાનું સામે આવ્યા બાદ મુખ્ય ડ્રગ-પેડલર તરીકે સુધા ધામેલિયાની ધરપકડ થઈ હતી. તેને ગુજરાત હાઈકોર્ટમાંથી જમીન મળ્યા હતા. ત્યારબાદ તેણે ફરી માદક પદાર્થનો ધંધો શરૂ કરી દીધો છે.