કેરળના યુવા ફિલ્મ નિર્માતા જોસેફ મનુ જેમ્સનું 24 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. તે માત્ર 31 વર્ષનો હતો અને તેની પહેલી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની હતી.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. સિનેમાની દુનિયાએ એક ઉભરતા સ્ટારને કાયમ માટે ગુમાવી દીધો છે. જણાવી દઈએ કે કેરળના યુવા ફિલ્મ નિર્માતા જોસેફ મનુ જેમ્સનું 24 ફેબ્રુઆરીએ એર્નાકુલમ જિલ્લાના અલુવાની હોસ્પિટલમાં અવસાન થયું હતું. 31 વર્ષીય કેરળના યુવા ફિલ્મ નિર્માતા જોસેફ મનુની તબિયત ખરાબ થતાં રાજાગીરી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. એ બાદ અચાનક મનુ જેમ્સનું નિધન થતાં સમગ્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
પહેલી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની હતી
મલયાલમ ફિલ્મ નિર્માતા જોસેફ મનુ જેમ્સ સાથે કામ કરનાર દરેક વ્યક્તિ દુ:ખી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ તેને હેપેટાઇટિસ થયો હતો, જેની સારવાર ચાલી રહી હતી. જે બાદ 24 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે તે માત્ર 31 વર્ષનો હતો અને તેની પહેલી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની હતી. જેમ્સની ડેબ્યુ ફિલ્મ ‘નેન્સી રાની’ ટૂંક સમયમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની હતી. આવી સ્થિતિમાં અચાનક તેમના નિધનથી આખી ઇન્ડસ્ટ્રી શોકમાં છે.
બાળ કલાકાર તરીકે કર્યું હતું કામ
જણાવી દઈએ કે મનુએ મનોરંજન ઉદ્યોગમાં બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી અને 2004માં સાબુ જેમ્સ દ્વારા દિગ્દર્શિત આઈ એમ ક્યુરિયસ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતો. મનુ જેમ્સે મલયાલમ, કન્નડ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.