સતત 16મા વર્ષે તમામ સમાજ માટે પ્રાચીન ગરબાની થીમ સાથે નિ:શુલ્ક નવરાત્રિ મહોત્સવ
નવ સ્થાનકોએથી માતાજીની ચુંદડી બાંધી અહીં રખાશે, લોકો શક્તિ સૂત્ર પણ બાંધી શકશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16મા વર્ષે તમામ સમાજ માટે ’સંકલ્પ નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આયોજનમાં પ્રાચીન ગરબાની થીમ પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ નવરાત્રી મહોત્સવનું આયોજન 22 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રવાપર-ઘુનડા રોડ પર આવેલા પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે કરાયું છે. આયોજકોએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષની જેમ આ વર્ષે પણ તમામ બહેનો માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે. માતાજીના આ પર્વમાં સંસ્કૃતિનું જતન કરવાના હેતુથી દરેક પ્રવેશકર્તાને તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવશે. મોરબી અને મુંબઈના ખ્યાતનામ કલાકારો પ્રાચીન ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત, આકર્ષક સેલ્ફી ઝોન, ફૂડ ઝોન અને તાત્કાલિક મેડિકલ સેવા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે, આ નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે મોરબીની સંસ્કૃતિ, સમરસતા અને એકતાનું પ્રતીક છે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય માતા જગદંબાની આરાધના સાથે સમાજના દરેક વર્ગને જોડીને ભાઈચારો સ્થાપવાનો છે. સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં બહેનોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મોટી સંખ્યામાં અહીં બાઉન્સરો તૈનાત કરવામાં આવશે. જેમાં મહિલા બાઉન્સરોની પણ મોટી ટિમ અહીં ખડેપગે રહેશે.
સંકલ્પ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાની સાથે વિવિધ સામાજિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ ઉપરાંત સમાજ સેવામાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોનું અહીં સન્માન પણ કરવામાં આવશે.
- Advertisement -
અંબે માતાજી – અંબાજી, ચામુંડા માતાજી -ચોટીલા, ખોડિયાર માતાજી -માટેલ, મહાકાળી માતાજી – પાવાગઢ, આશાપુરા માતાજી -માતા%E