જો તમે પણ તમારી કોમ્યુનિકેશન સ્કિલ સુધારવા અને એક ગ્રેટ સ્પીકર બનવા માંગતા હોવ તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
પર્સનાલિટી ડેવલપમેન્ટમાં કમ્યુનિકેશન સ્કિલ્સ ખાસ રોલ ભજવે છે. ઘણી વખત કેટલાક લોકો તેમના શરમાળ સ્વભાવને કારણે કોઈની સામે બોલવામાં સંકોચ અનુભવે છે, જ્યારે સારા વક્તા તેમની બોલવાની પ્રતિભાને કારણે ઘણું પ્રાપ્ત કરે છે. જો તમે પણ તમારી કોમ્યુનિકેશન સ્કિલ સુધારવા અને એક ગ્રેટ સ્પીકર બનવા માંગતા હોવ તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
- Advertisement -
1. સમજી- વિચારીને શબ્દોની પસંદગી કરોઃ સારા સ્પીકર બનવા માટે જરુરી છે કે શબ્દોની પસંદગી સમજીને કરવામાં આવે. તેવામાં જો તમે સારા વક્ત બનવાની ઇચ્છા રાખો છો તો સૌથી પહેલા પોતાના ડિક્શનમાં સુધાર કરો, તેવામાં બોલતા પહેલા સારી રીતે વિચારીને જ શબ્દોની પસંદગી કરો.
2. ઉચ્ચારણ સુધારવુ છે જરુરીઃ શબ્દોની પસંદગી જ નહીં પરંતુ તેનો યોગ્ય રીતે ઉચ્ચાર પણ સારા વક્તા બનવાના લિસ્ટમાં સામેલ છે. તેની પ્રેક્ટિસ માટે ટંગ ટ્વિસ્ટર ટ્રાઇ કરવુ સારુ ઓપ્શન હોઇ શકે છે. સાથે શબ્દોનો સારો ઉચ્ચાર કરવાથી તમે કોઇને પણ ઇમ્પ્રેસ કરી શકો છો.
3. રીડિંગ હેબિટ ડેવલપ કરોઃ તમારી સ્પીકિંગ સ્કિલ્સ સારી બને તે માટે જરુરી છે, જોર-જોરથી બોલીને વાંચવાની પ્રેક્ટિસ કરો. આ રીતે ન ફક્ત તમને નવા શબ્દો ને યોગ્ય રીતે ઉચ્ચારણ કરવાનો અભ્યાસ થાય છે. જો કે રીડિંગ હેબિટ પણ ડેવલોપ થાય છે. જેનાથી તમે ખુદ પોતાની ભાષાને વધારી સારી રીતે સમજી શકો છો.
- Advertisement -
4. ટોન પર પણ ધ્યાન આપોઃ સ્પીકિંગ સ્કિલ્સમાં સુધારી લેવા માટે ટોન પર પણ ફોક્સ કરવુ જરુરી છે. તેવામાં હંમેશા એક ટોનમાં વાત ના કરો. ઉપરાંત પોતાની વાત રજૂ કરતી વખતે જરુર અનુસાર ઝડપી અને ધીમી ટોનને ફોલો કરો. આ રીતથી તમે પોતાની વાતોથી લોકો સુધી ઝડપથી ઇમ્પ્રેસ કરી શકશો.
5. નોન સ્ટોપ ના બોલોઃ હંમેશા કોન્વર્સેશનને ટૂ વે બનાવાનો પ્રયત્ન કરો અને સતત ક્યારેય બોલવાનો પ્રયત્ન ના કરો. નોન સ્ટોપ બોલવા કરતા આરામથી અને થોડા રોકાઇ રોકાઇને બોલવું સારુ રહે છે. આ ઉપરાંત લોકો તમારી વાતોને વધુ ધ્યાનથી સાંભળી અને સમજી શકશે.