- કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર શ્રીનગર પોલીસ અને મહેબુબા મુફ્તીની વચ્ચે ટ્વિટર વોર
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર છે. શ્રીનગરમાં તેમણે ઉપરાજ્યપાલ મનોજ સિંહા તેમજ વરિષ્ઠ અધિકારીઓની સાથે સુરક્ષાને લઇને સમીક્ષા બેઠક કરી હતી. બેઠક દરમ્યાન ગૃહમંત્રીએ અધિકારીઓને સલાહ સૂચન પણ આપ્યા છે. જે વચ્ચે પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ની મુખઅયા મહબૂબા મૂફ્તીએ ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ પર નિશાન સાધતા તેમને નજરકેદ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વિટ કરતા કહ્યું કે, તેમણે શ્રીનગરના ગુપ્તકર રોડ પર આવેલ તેમના નિવાસ સ્થાન પર નજર કેદ રાખવામાં આવ્યા છે, જેથી તેઓ બારામૂલા જિલ્લાના પટ્ટની યાત્રા કરતા કથિત રૂપે રોકવામાં આવ્યા હતા.
તેની સાથે જ મહેબુબા મુફ્તીએ આરોપ લગાવ્યા કહ્યું કે, જો એક પૂર્વ મુખ્યમંત્રીના રૂપે તેઓના મૌલિક અધિકારોને આટલી આસાનીથી હનન કરવામાં આવી શકે છે, તો કોઇ સામાન્ય વ્યક્તિની દુર્દશાની કલ્પના પણ કરી શકાય નહીં.
- Advertisement -
While HM is going around Kashmir beating drums of normalcy,I am under house arrest for simply wanting to visit Pattan for a worker’s wedding.If an ex CM’s fundamental rights can be suspended so easily, one cant even imagine the plight of a commoner.@AmitShah @manojsinha_ pic.twitter.com/5dYSfk8j1f
— Mehbooba Mufti (@MehboobaMufti) October 5, 2022
- Advertisement -
જો કે, શ્રી નગર પોલીસએ મહેબુબા મુફ્તીને નજરકેદ રાખવાના આરોપને નકારી કાઢયા છે. તેમણે પોતાના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરતા કહ્યું કે, આ સ્પષ્ટ કરવામાં આવે છે કે, પટ્ટ માટે કોઇ પણ પ્રકારની યાત્રા પર કોઇ પ્રતિબંધ નથી. મહેબૂબા મુફ્તીના ટ્વિટ પર શેર કરવામાં આવેલી ફોટો ગેટની અંદરની છે, જેમાં બંગલાની અંદર રહેનારા લોકોએ તાળુ લગાવી દિધું છએ. કોઇપણ રીતનો કોઇ પ્રતિબંધ નથી, તેઓ પ્રવાસ માટે સ્વતંત્ર છે.
It is clarified that no restriction of any kind travel to pattan, travel to pattan was at 1 pm as intimated to us. The picture tweeted by her is of inside of the gate with own lock of residents who stay in the bunglow. There is no lock or any restrictions. She is free to travel. https://t.co/YMccUwDSh4 pic.twitter.com/kG5Luhj7Bm
— Srinagar Police (@SrinagarPolice) October 5, 2022
કાશ્મીરના લોકોમાં શાંતિ, પ્રગતિ અને સમુદ્ધિ આવે
ગૃહમંત્રી અમિત શાહએ ટ્વિટ કરતાં કહ્યું કે, શ્રીનગરમાં જમ્મૂ-કાશ્મીરની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી છએ. જમ્મૂ-કાશ્મીરના લોકો વડાપ્રધાનના નેતૃત્વમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના એક નવા યુગના ભાગ બનશે. તેની સાથે જ તેમણે કહ્યું કે, હું આતંકવાદ પર અંકુશ લગાવવા માટે અમારા સુરક્ષા દળોથી સતત અને સારા પ્રયાસોની પ્રશંસા કરૂ છું.
Chaired a meeting to review the security situation of J&K in Srinagar.
People of J&K is witnessing a new era of peace, progress and prosperity under the leadership of PM @narendramodi Ji.
I applaud the relentless & coordinated efforts of our security forces to curb terrorism. pic.twitter.com/RJbc8dw3ow
— Amit Shah (@AmitShah) October 5, 2022