સતત ત્રીજી ટર્મ માટે યુવા કારોબારી સમિતિ બિનહરીફ જાહેર થઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં મશીન ટુલ્સ એસોસિએશનની ચૂંટણી થયેલ હતી, જેમાં ગત કારોબારી સમિતિએ દાવેદારી નોંધાવી હતી, પણ તેઓની સતત છ વર્ષની કામગીરીના કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેઓને બિનહરીફ જાહેર કરવામાં આવેલા હતા.
- Advertisement -
રાજકોટ મશીન ટુલ્સ એસોસિએશન સતત 39 વર્ષથી કાર્યરત છે. જેમાં રાજકોટના પ્રતિષ્ઠિત મશીન ટુલ્સ ઉદ્યોગો સભ્યપદ ધરાવે છે. રાજકોટમાં બનતાં અલગ અલગ પ્રકારના મશીનો દેશ-વિદેશમાં ખૂબ જ નામના ધરાવે છે. રાજકોટમાં જર્મન ટેકનોલોજીને સમકક્ષ મશીનો બની રહ્યા છે અને બધી જ સરકારી, બિનસરકારી ઔદ્યોગિક ફેકટરીઓમાં રાજકોટના જ મશીનોની માંગ રહેતી હોય છે. રાજકોટ મશીન ટુલ્સ એસોસિએશન દ્વારા ઔદ્યોગિક પ્રદર્શનો યોજવામાં આવે છે. જે રાજકોટ, અમદાવાદ, ઈન્દોર, છત્તીસગઢ, પંજાબ, બેંગલોર, ચેન્નઈ, કાનપુર જેવા અલગ-અલગ શહેરોમાં પ્રદર્શનનું આયોજન કરીને રાજકોટના મશીનોની માંગ વધારી રહ્યા છે. એસોસિએશન દ્વારા ટેકનોલોજી અને મેનેજમેન્ટ માટે વિવિધ સેમિનારોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. સભ્યોને પરદેશમાં યોજાતા પ્રદર્શનોની મુલાકાતો અને ફેકટરીઓની મુલાકાતો માટે ડેલિગેશન લઈ જવામાં આવે છે. વાર્ષિક સાધારણ સભામાં આવતાં 2 વર્ષ માટે નીચે મુજબની કારોબારી સમિતિની વરણી કરવામાં આવેલી છે, જેમાં પ્રમુખપદે યોગીન છનિયારા, ઉપપ્રમુખ હરેશ પટેલ, મંત્રી તેજસ દુદકિયા, સહમંત્રી દેવલ ઘોરેચા, ખજાનચી કનકસિંહ ગોહેલ, કારોબારી સભ્ય તરીકે સચિન નગેવાડીયા, બ્રિજેશ સાપરીયા, કરણ પરમાર, અશ્ર્વિન કવા, કેતન ગજેરા, બિપીન સિદ્ધપુરા, ઘનશ્યામ પરમાર, રવિ મારુ, હરેશ ડોડીયા, વિમલ કંટારીયાનો સમાવેશ થાય છે.



