ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં આઠમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીને લઇ તૈયારીઓ ચાલી રહી છે. જૂનાગઢમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી જિલ્લા આયુર્વેદ અધિકારીનાં માર્ગદર્શનમાં આયુષ હેલ્થ વેલસેન્ટર દ્વારા જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ, મેંદરડા, વિસાવદર, વંથલી, માંગરોળ, માણાવદર, કેશોદ, ભેંસાણ, માળિયા તાલુકામાં યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. યોગ સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે. યોગ સપ્તાહની તા 21 જુન સુધી ઉજવણી કરવામાં આવશે. સપ્તાહ દરમિયાન યોગ અને પ્રણાયમનું સ્વાસ્થયમાં મહત્વ, શ્ર્વસનતંત્રનાં રોગમાં યોગનું મહત્વ, ડાયાબીટીશમાં યોગ અને આયુર્વેદનું મહત્વ, પેટનાં વિવિધ રોગમાં યોગ અને આયુર્વેદનું મહત્વ, સાંધાનાં દુ:ખાવાનાં વિવિધ રોગમાં યોગ અને આયુર્વેદનું મહત્વ વિષય ઉપર લોકોને સમજણ આપવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાં આજથી યોગ સપ્તાહનો થયો પ્રારંભ
