આંકડાઓ અનુસાર વિશ્વમાં ભારતીય પુરુષો સૌથી વધુ પ્રમાણમાં યોગ કરે છે પરંતુ યોગ કરતી મહિલાઓમાં કયો દેશ સૌથી આગળ છે? જાણો.
આપણે સૌ જાણીએ જ છીએ કે વિશ્વને યોગની ભેટ આપનારો દેશ ભારત છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં પણ યોગનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હાલમાં જ વિશ્વ યોગ દિવસની ઊજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી છે ત્યારે World of Statisticsએ યોગ કરતાં દેશોને લઈને એક આંકડાકીય માહિતી શેર કરી છે. આ આંકડાઓમાં વિશ્વની કેટલી વસ્તી કેટલા પ્રમાણમાં યોગ કરે છે તે અંગે માહિતી આપવામાં આવી છે.
- Advertisement -
સૌથી વધુ આ દેશની મહિલાઓ કરે છે યોગ
યોગનાં મૂળ ભારત સાથે સંકળાયેલા છે તેમ છતાં જો આ રિપોર્ટનું માનીએ તો ભારતને પાછળ મૂકીને સૌથી વધારે સાઉથ કોરીયાની 43% મહિલાઓ યોગ કરે છે. જ્યારે ભારત 31%નાં આંકડાઓ સાથે દ્વિતીય સ્થાન પર છે. બીજી તરફ જો પુરુષોનાં આંકડા પર નજર ફેરવીએ તો વિશ્વમાં સૌથી વધુ ભારતનાં પુરુષો (22%) યોગ કરે છે. જે એક ગૌરવની વાત છે. દ્વિતીય સ્થાન પર USA છે.
% of the male population practicing yoga:
🇮🇳 India: 22%
🇺🇸 USA: 12%
🇬🇧 UK: 9%
🇰🇷 South Korea: 7%
🇪🇸 Spain: 7%
🇩🇪 Germany: 6%
🇫🇷 France: 5%
🇨🇳 China: 4%
- Advertisement -
% of the female population practicing yoga:
🇰🇷 South Korea: 43%
🇮🇳 India: 31%
🇪🇸 Spain: 31%
🇬🇧 UK: 30%
🇺🇸 USA: 27%
🇨🇳 China:…
— World of Statistics (@stats_feed) June 27, 2023
યોગનો ઈતિહાસ 5000 વર્ષ જૂનો
ભારત સાથે યોગનો ગાઢ સંબંધ છે કારણ કે ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. યોગ, એક માનસિક અને શારીરિક પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે, જેનો ઉદ્ભવ ભારતમાં થયો છે. યોગની અસરકારકતાને જોતા આજે સમગ્ર વિશ્વમાં લોકો તેનું મહત્વ સમજવા લાગ્યા છે. યોગ કેટલો લાભદાયી છે અને તેનું મહત્વ શું છે તે જાણવા માટે દર વર્ષે 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
યોગ દિવસનો ઇતિહાસ
27 સપ્ટેમ્બર 2014 ના રોજ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત મહાસભામાં વિશ્વના તમામ દેશોને યોગ દિવસની ઉજવણી કરવા આહ્વાન કર્યુ. વડાપ્રધાન મોદીના પ્રસ્તાવને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માત્ર ત્રણ મહિનામાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંગઠનની જાહેરાત કરી હતી. જે બાદ વિશ્વએ વર્ષ 2015માં પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી કરી.