વડાપ્રધાન મોદી અમેરિકા યાત્રા પર છે. યોગ દિવસના અવસર પર તેમણે દેશવાસીઓને સંબોધિત કર્યા. આ સમયે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તે UNમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.
વડાપ્રધાન મોદીએ અમેરિકાથી યોગ દિવસના અવસર પર ભારતના લોકોને સંબોધિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું તમને બધાને આ વીડિયો સંદેશના માધ્યમથી જોડી રહ્યો છું. પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમમાંથી નથી ભાગી રહ્યો.
- Advertisement -
આજે સાંજે ભારતીય સમય અનુસાર લગભગ 5.30 વાગ્યે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં વિશાળ યોગ કાર્યક્રમમાં શામેલ થઈશ. ભારતના આહ્વાહન પર દુનિયાના 180થી વધારે દેશોનું એક સાથે આવવું ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે.
"Coming together of more than 180 countries on India's call is historic": PM Modi greets people on International Yoga Day
Read @ANI Story | https://t.co/1xNn5faoYL#InternationalYogaDay #PMModi #InternationalDayofYoga2023 pic.twitter.com/S7DUFQRCZu
- Advertisement -
— ANI Digital (@ani_digital) June 21, 2023
રેકોર્ડ દેશોએ આપ્યું યોગને સમર્થન
વડાપ્રધાન મોદીએ યોગ દિવસના અવસર પર કહ્યું, તમને યાદ હશે કે જ્યારે 2014માં UN જનરલ એસેંબલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો હતો રેકોર્ડ દેશોએ તેને સમર્થન આપ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમોને ઓશન રિંગ ઓફ યોગાએ વધારે ખાસ બનાવી દીધો છે. તેનો આઈડિયા યોગના વિચાર અને સમુદ્રના વિસ્તાર માટે પારસ્પરિક સંબંધ પર આધારિત છે.
Sharing my message on International Day of Yoga. https://t.co/4tGLQ7Jolo
— Narendra Modi (@narendramodi) June 21, 2023
લોકોએ યોગની ઉર્જાને અનુભવી
આજે આખી દુનિયામાં લોકો યોગ અને વસુઘૈવ કુટુંબકમની થીયરી પર એત સાથે યોગ કરી રહ્યા છે. આપણા ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે યોગથી આપણને સ્વાસ્થ્ય, આયુષ્ય અને બળ મળે છે. આપણાંમાંથી ઘણા લોકોએ યોગની ઉર્જાને અનુભવી છે. વ્યક્તિગત સ્તર પર આપણા માટે સારૂ સ્વાસ્થ્ય કેટલું જરૂરી હોય છે આ આપણે જાણીએ છીએ. યોગ એક શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાછલા થોડા વર્ષોમાં સ્વચ્છ ભારતથી લઈને સ્ટાર્ટઅપ જેની વસ્તુઓમાં જે અસાધારણ ગતિ જોવા મળી. તેમાં આ ઉર્જાની અસર જોવા મળી છે. ભારતની સંસ્કૃતિ હોય કે પછી સમાજ સંરચના, આધ્યાત્મ હોય કે પછી આપણી દૃષ્ટિ હોય… આપણે હંમેશા અપનાવવા વાળી પરંપરાનું સ્વાગત કર્યું છે. નવા વિચારોને સંરક્ષણ આપ્યું છે. આપણે વિવિધતાઓને સેલિબ્રેટ કર્યું છે. આવી દરેક સંભાવનાઓને યોગ પ્રબળ કરે છે.