ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી જેમાં ઘરના પરિવારથી લઈને ગ્રામ્ય સ્તર સહીતની જગ્યા પર કરવામાં આવી હતી ત્યારે બિલખાના કોમ્યુનિટી હોલ ખાતે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી ઉત્સાહ ભેર કરવામાં આવેલ હતી. આ વિશ્વ યોગ દિવસે ગામનાં સરપંચ ભાવનાબેન સાબલપરા તેમજ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ગણ દિવ્યાબેન સોલંકી, જયોત્સનાબેન દેવમુરારી, કિશનભાઇ વૈદ્ય દ્વારા યોગનું જીવનમાં મહત્વ શુ છે તેમજ દરેક માણસ યોગ દ્વારા આરોગ્યમય અને રોગમુક્ત કેવી રીતે બની શકે તેવો સંદેશ આપવામાં આવેલ છે.