વેપારીએ સોનામાં મોટી છેતરપીંડી થતી હોવાના આક્ષેપ સાથે લોકજાગૃતિ માટે બેનરો લગાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સોનાનાં દાગીનાની બનાવટમાં દેશ-વિદેશમાં રાજકોટ પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ હવે અહીંની સોની બજારમાં એક વેપારીએ સોનાના દાગીનામાં જ ભેળસેળ થતી હોવાનો આક્ષેપ કર્યો છે.
- Advertisement -
એટલું જ નહીં પોતાની દુકાન બહાર લોકજાગૃતિ માટે વેપારીએ ખાસ બેનર લગાવ્યું છે. જેમાં લોકોને સોનાની ખરીદી કરતી વખતે જાગૃત રહેવાની અપીલ પણ તેમના દ્વારા કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય વેપારીઓ પણ પોતાની સાથે આ અભિયાનમાં જોડાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.
પ્રદીપભાઈ કંસારા નામના આ વેપારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મશીન દ્વારા બનતી પ્રોડક્ટ તેમાં પણ ખાસ કરી સોનાના ચેઇનમાં પાઉડરની ભેળસેળ થાય છે. મોટા પ્રમાણમાં પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે કેન્સર જેવા રોગ થવાની શક્યતા રહે છે. ચેઇનનાં સોલ્ડરમાં આ પ્રકારનો પાઉડર વાપરવામાં આવતો હોય છે. જ્યાં સુધી સોનુ પહેરવામાં આવે ત્યાં સુધી આ ભેળસેળનો ખ્યાલ આવતો નથી. પણ જ્યારે ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે ત્યારે જ તેનો ખ્યાલ આવે છે. ત્યારે આ ભેળસેળ વહેલી તકે બંધ થવી જરૂરી છે. આ માટે મેં દુકાન ઉપર બેનર પણ લગાવ્યું છે. જેથી સોનાની ખરીદી કરવા આવતા લોકો જાગૃત થઇ શકે.
વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ સરકારે દેશમાં ઇંઞઈંઉ ફરજિયાત કર્યું છે જે ખૂબ સારી બાબત છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા વૈશ્વિક સ્તરે સાબિત થાય છે. ગ્રાહકને પોતાના ખર્ચ કરેલા રૂપિયાનું પૂરું વળતર તેમાં મળે છે. ત્યારે લોકો પણ ઇંઞઈંઉ નંબરનાં આધારે સોનાના દાગીના ખરીદી કરે તે જરૂરી છે.
- Advertisement -
જોકે કેટલાક ભેજાબાજો દ્વારા તેમાં પણ ચેડા કરાતા હોવાની શક્યતા છે. ગ્રાહકોએ હંમેશા ઇંઞઈંઉ નંબર તેમજ બિલ સાથે સોનાની ખરીદી કરવી જોઈએ. મોટો દાગીનો હોય તો કોમ્પ્યુટરાઈઝડ મશીનો પર તેના એક એક પાર્ટ્સ ચેક કરવા જોઈએ. જેથી જ્યારે પણ વેચાણ કરવા જાય ત્યારે પુરી કિંમત મળી શકે છે.