જૂનાગઢ સહીત સોરઠમાં ચૈત્રી નવરાત્રીના પાવન પર્વે માતાજીના અનુષ્ઠાન સાથે માઇ ભક્તોએ માતાજીની આરાધના કરી હતી માતાજીના દરેક ધર્મસ્થાનોમાં હવન સાથે યજ્ઞમાં આહુતિ આપી બીડું હોમવામાં આવ્યું હતું. ગિરિવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરમાં માતાજીના પાવન ચૈત્રી નવરાત્રી નોરતાની હવન અષ્ટમીના દિવસે માતાજી સન્મુખ યજ્ઞનું આયોજન કરાયું હતું અને બપોરે 12 વાગે બીડુ હોમવામાં આવ્યું હતું
અને ઉપસ્થિત ભાવિકોને મહાપ્રસાદ લીધો હતો આ ધર્મકાર્યમાં મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુની નિશ્રામાં આ ચૈત્રી નવરાત્રી પર્વે યજ્ઞનું ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં હજારો માઇ ભક્તોએ માતાજીના દર્શન અને હવનના દર્શનનો લાભ લીધો હતો અને ભાવિકોએ મહાપ્રસાદ લાભ લીધો હતો આ સાથે યૈતરી નવરાત્રીની પુજારીઓ અને ભાવિકો દ્વારા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.