ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસનાં ગાયોમાં ફેલાઇ રહ્યો છે.જેમાં સેકડો ગાયના મોત થયા છે. જુથળમાં ચાર દિવસ પહેલા 25 ગાયના મોત થયા હતાં. માળીયાહાટીના તાલુકાના જુથળ ગામમાં આવેલા શીતળા માતાજીનાં મંદિરે લમ્પી રોગને નાબૂદ કરવા માટે હવન કરવામાં આવ્યો હતો. અગાઉના સમયમાં બાળકોને શીતળા નીકળતા એમ અત્યારે ગાયોને પણ શીતળા નીકળેલા છે એના કારણે શીતળા માતાના મંદિરે આજે હવન રાખ્યો હતો. ગામ સમસ્ત આ રોગ આખા ગુજરાતના નાબૂદ થાય એના માટે જુથળ ગામના લોકોએ આ હવનનું આયોજન કર્યું હતું.
માળીયાનાં જુથળ ગામમાં લમ્પી રોગને નાબૂદ કરવા યજ્ઞ
