શી જિનપીંગ આખી જિંદગી ચીનમાં સતા પર રહે તેવી સંભાવના
ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં રવિવારે રાષ્ટ્રપતિ શી જિનપીંગ ઈતિહાસ રચ્યો હતો. તેઓ ત્રીજીવાર સતાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ ચૂંટાયા હતા. પાર્ટીના સંસ્થાપક માઓત્સે તુંગ બાદ તેઓ પહેલા નેતા છે, જેમને પાંચ વર્ષ માટે સતત ત્રીજો કાર્યકાળ મળ્યો છે.
- Advertisement -
એવી સંભાવના છે કે શી આખી જિંદગી ચીનની સતા પર બિરાજમાન રહેશે. શીને પહેલીવાર વર્ષ 2012માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શીએ નવી ટીમની જાહેરાત પણ કરી હતી. જેમાં લી કિયાન્ગને પીએમ બનાવાયા છે. આ 25 વર્ષમાં પહેલીવાર છે કે જયારે પાર્ટીના પોલિટ બ્યુરોમાં કોઈ મહિલા નથી.
આ દરમિયાન શી ઝિનપીંગે જણાવ્યું હતું કે દુનિયા વિના ચીનનો વિકાસ ન થઈ શકે અને દુનિયાને પણ ચીનની જરૂર છે.કેન્દ્રીય સમિતિએ 24 સભ્યો રાજનીતિક બ્યુરોને પણ સ્વીકૃત કરી હતી, જેણે સાત સભ્યોની સ્થાયી સમીતીની પસંદગી કરી હતી. આ સમીતીના સમર્થક શી જિનપીંગ છે.