એલન મસ્કએ સેન ફ્રાંસિસ્કો સ્થિત ટ્વીટરના હેડક્વાટર પર થોડા દિવસ પહેલા જ નવો લોગો ફિટ કરાવ્યો હતો. હવે આ Logoને હટાવી દેવામાં આવ્યો છે. આ એક્શન સ્થાનીક ઓથોરિટીએ લીધુ છે.
એલન મસ્કએ લગભગ એક અઠવાડિયા પહેલા ટ્વીટરનું નામ બદલીને X કરી દીધુ હતું. ત્યારથી લઈને અત્યાર સુધી કંપની દરેક જગ્યા પર X બ્રાન્ડિંગને લાગુ કરવાના પ્રયત્નો કરી રહી છે. આ વચ્ચે દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાંથી એક એલન મસ્કને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતે સોમવારે સવારે સામે આવેલી જાણકારીમાં ખબર પડી છે કે ટ્વીટરના હેડક્વાર્ટરની બિલ્ડિંગ પર લગાવવામાં આવેલા લાઈટિંગ વાળા આકર્ષક X લોગોને હટાવી દેવામાં આવ્યા છે.
- Advertisement -
હેડક્વાટર પરથી હટાવ્યો લોગો
સેન ફ્રાન્સિસ્કો સ્થિત હેડક્વાટર પર થોડા દિવસો પહેલા નવો લોગો લગાવવામાં આવ્યો હતો. આ નવા લોગોને લઈને આસપાસ સ્થિત ઘણા લોકોએ ફરિયાદ કરી હતી. તેમનો દાવો હતો કે આ લોગોના પ્રકાશથી રાતના સમયે વધારે મુશ્કેલી રહે છે.
રિપોર્ટ્સ અનુસાર ફરિયાદ બાદ જ્યારે ઈન્સ્પેક્ટરે છત પર જવાનો પ્રયત્ન કર્યો તો ટ્વીટર સતત છત પર જવાનો ઈનકાર કરી રહ્યા હતા. જણાવી દઈએ કે છત પર લગાવેલો લોગો એક ઈવેન્ટની હેઠળ લગાવવામાં આવ્યો છે જે અસ્થાઈ છે.
Our HQ in San Francisco tonight pic.twitter.com/VQO2NoX9Tz
- Advertisement -
— Elon Musk (@elonmusk) July 29, 2023
ઘણા લોકોએ કરી ફરિયાદ
સેન ફ્રાન્સિસ્કો ડિપાર્ટમેન્ટ ઓફ બિલ્ડિંગ ઈંસ્પેક્શન એન્ડ સિટી પ્લાનિંગના કોમ્યુનિકેશન ડાયરેક્ટર પેટ્રિક હેનને કન્ફર્મ કર્યું છે કે ટ્વીટરના હેડક્વાર્ટર વાળી બિલ્ડિંગના પહેલા જ નોટિસ જાહેર કરવામાં આવી હતી. એક અઠવાડિયા વખતે ડિપાર્ટમેન્ટને લગભગ 24 ફરિયાદ રિસીવ થઈ. ત્યાર બાદ આ લોગોને હટાવવા જઈ રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે બિલ્ડિંગ માલિકના ઉપર દંડ પણ લગાવવામાં આવ્યો.
એલન મસ્કે પણ શેર કર્યો હતો વીડિયો
એલન મસ્કે હાલમાં જ બિલ્ડિંગ પર ન્યૂ લોગોનું સેટઅપ થયા બાદ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમાં એરિયલ વ્યૂમાં ટ્વીટર લોગોને દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ રાતના સમયે આ ખૂબ જ વધારે ચમકતો હતો.