વોંકળા પરના દબાણોના સર્વેમાં ભ્રષ્ટ કર્મચારીઓને હટાવાની માંગ
ધારાસભ્ય, આગેવાનો બાદ જાગૃત નાગરિકની સીએમને રજૂઆત: પ્રામાણિક અને નિષ્ઠવાન અધિકારી દબાણોનો સર્વે કરે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભારે વરસાદ બાદ શહેરમાં તારાજીના દર્શ્યો સામે આવ્યા હતા જેના લીધે અનેક સોસાયટીમાં પાણી ઘરમાં ઘુસી ગયા હતા જેના લીધે અનેક કારો તણાઈ હતી અને ઘર વખરીને નુકશાન થયું હતું અને ત્યાર બાદ એક જર્જરિત મકાન ધરાશાય થતા ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા અને પૂરના લીધે જે શહેરમાં સ્થિતિનું નિર્માણ થયું તેમાં શહેરના વોકળા પર ગેર કાયદેસર બાંધકામ કરી જે દબાણો થયા છે તે મુદ્દે ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરી હતી ત્યાર બાદ શહેરના પ્રબુદ્ધ આગેવાનોએ શહેરની હાલત વિષે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને ધારદાર રજુઆત કરી હતી ત્યારે હવે શહેરના જાગૃત નાગરિક વિરલ જોટવા એ મુખ્યમંત્રી લેખિત રજૂઆત સાથે તટસ્થ અધિકારી સર્વે કરે તેવી માંગ કરી છે.
વિરલ જોટવાએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢ શહેરમાં વોકળા પર થયેલા દબાણ અને વોકળા દબાવી અને કરેલા ગેરકાયદેસર બાંધકામો બાબતે મહાનગરપાલિકા જૂનાગઢ તરફથી જૂનાગઢ સિનિયર ટાઉન પ્લાનર બીપીન ગામીત, ચીફ સર્વેયરના ચાર્જમાં રહેલા ભરત ડોડીયા તથા અન્ય લોકો કામગીરી સોંપવામાં આવેલ છે જે ખૂબ જ ગંભીર બાબત છે. અમો લાંબા સમયથી સીનીયર ટાઉન પ્લાનર બીપીન ગામીત અને ચીફ સર્વેયરના ચાર્જમાં રહેલા ભરત ડોડીયાની વિરૂઘ્ધ ભ્રષ્ટ્રાચાર અને ગેરરિતી સંદર્ભે અનેક લેખિત ફરિયાદો કરેલ છે. તેમની ઉપર બોગસ માપ સાઇઝના નકશા બનાવવા ગંભીર આક્ષેપો છે. ખોટી આકારણી કરી અને પ્લાન પરમિશન મંજૂર કર્યાના પણ ચીફ સર્વેયરના ચાર્જમાં રહેલા ભરત ડોડીયા પર આક્ષેપો છે પુરાવા સહિત તમામ લેખિત ફરિયાદો કરેલ હોવા છતા તેમજ બીપીન ગામીત તથા ભરત ડોડીયાની સામે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોવા છતા પણ જૂનાગઢના ભ્રષ્ટ અને જુનાગઢને નર્કાગારમાં ધકેલી દીધુ છે તેવા કમિશ્નર રાજેશ તન્ના દ્વારા વોકળા પણ થયેલા દબાણની માપણી અને ગેરકાયદેસર બાંધકામો અંગેની કામગીરી આ ભ્રષ્ટ અધિકારીઓને સોંપેલી છે તે જૂનાગઢના જાહેર હિતથી વિપરીત છે.
હકીકતમાં જો સત્યતા બહાર લાવવી હોય તો આવા બીપીન ગામીત જેવા ભ્રષ્ટ અને ભરત ડોડીયા જેવા લાયકાત વિનાના અધિકારીઓને તાત્કાલીક અસરથી દૂર કરી અને તેમની જગ્યાએ પ્રમાણિત અધિકારીઓ સીટી સર્વે, ડીઆઇએલઆર કચેરીઓના કર્મચારીઓ અને જુનાગઢના 10 પ્રબુઘ્ધ નાગરિકો કે જેઓ વર્ષોથી પ્રમાણિક તથા સમાજમાં આબરૂ ધરાવનાર આગેવાન અને તટસ્થ હોય તેવા વ્યક્તિઓને તેઓને સાથે રાખી અને આ વોકળા પર થયેલા દબાણ અને ગેરકાદેસર બાંધકામો અંગેની માપણીની કામગીરી કરાવવી જોઇએ. તો અનેક માત્ર તો જ સત્યતા બહાર આવશે અને કેટલા વોકળા પર કેટલા દબાણ થયલા છે અને કેટલા ગેરકાયદેસર બાંધકામો વોકળા પર દબાણ કરીને કરવામાં આવેલા છે તેની સાચી માહિતી અને હકીકતનો ખ્યાલ આવશે.
- Advertisement -
બાકી હાલની કામગીરી તો મીંદડીને દૂધના રખોપા કરવા જેવી થઇ રહેલી હોય જે કામગીરીમાં માત્ર અને માત્ર આ ભ્રષ્ટ અધિકારીઓ બીપીન ગામીત અને ભરત ડોડીયા પોતાના ઘર ભરશે અને પ્રજાને ન્યાય કયારેય નહી મળે જેથી સત્વરે આ કામગીરી જાહરે હિત અને જાહરે રીતે ઉપર જણાવ્યા મુજબ કરવામાં આવે તેવી અમોની નમ્ર અરજ છે. હાલના કમિશ્નર રાજેશ તન્ના માત્રને માત્ર દેખાડા કરવા માટે કામગીરી કરે છે આ ભ્રષ્ટ અને લાયકાત વિનાના કર્મચારીઓને કામગીરી સોંપી દઇ અને જાણે પોતે જ જૂનાગઢની જનતા તેમજ સરકારશ્રીને આંખમાં ધૂળ નાખી અને સાચી માહિતી બહાર ના આવે તેવી કામગીરી કરી રહ્યા છે.
જૂનાગઢના એક જાગૃત નાગરિક તરિકે આ પત્રના અનુસ:ધાને સત્વરે આ કામગીરી તટસ્થ પણે અને જાહેર રીતે લોકોના હિતમાં અને જૂનાગઢ શહેરના હિતમાં જણાવ્યા મુબજ પારદર્શક રીતે થાય અને આવા ભ્રષ્ટ કર્મચારીઓને દૂર કરી તાત્કાલકી પ્રમાણીક લોકોને સાથે રાખી વોકળા દબાણ અને ગેરકાયદેર બાબત માપણી અને હટાવવાની કામગીરી કરવા માટે તત્કાલ આદેશ કરવા આપને નમ્ર અરજ કરી છે.