રાજકોટ મેડિકલ કોલેજના 19 ડૉક્ટરની ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મેડિકલ કોલેજના ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવતા ચકચાર મચી છે. લાખોના પગાર લેતા ડોક્ટરો પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા હોવાનો સામાજિક કાર્યકર ડો. દોશીના નામનો એક લેટર વાયરલ થયો છે. જેમાં 19 જેટલા તબીબ લાખો રૂપિયાનો સરકારી પગાર લઈ ખાનગી હોસ્પિટલમાં ફૂલ ટાઇમ પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આ સાથે ડીન સહિતનાને મોટા હપ્તા મળતાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ આ પત્રથી સિવિલ હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ મેડિકલ કોલેજના ડીને જણાવ્યું કે, આ મામલે તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે. આ તબીબોને વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથેના ઓર્ડર અપાયા છે. સરકારી સેવાનો સવારે 9થી 5 વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે. બાદમાં ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઈખ સેતુમાં જે તબીબો હોય છે તેને સરકારી સમયમાં હાજર રહેવાનું હોય છે, જેથી નિયમ મુજબ સરકારી પ્રેક્ટિસના સમયે ખાનગીમાં પ્રેક્ટિસ કરી શકે નહીં.
ઉપરના અધિકારીઓને હપ્તો મળતો હોવાનો વાઇરલ લેટરમાં ઉલ્લેખ ડો. દોશીના નામથી વાઇરલ થયેલા લેટરમાં લખવામાં આવ્યું છે કે રાજકોટ મેડીકલ કોલેજ મા ફરજ બજાવતા કાયમી કલાસ 1-2 કર્મચારી નોકરી સાથે પોતાનું પ્રાઇવેટ પ્રેક્ટિસ અને અન્ય બીઝનેસ કરે છે. ડીન ડો. ભારતી પટેલ, તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા તેમજ નીચે રહેલ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની મીઠી નજર નીચે થાય છે. એ લોકોને બધી ખબર છે, પણ આ બધા અધિકારી એમને સમયાંતરે હપ્તામાં બહું મોટી રકમ આપે છે તેવા લેટરમાં આક્ષેપો કરાતાં સવિલિ હોસ્પિટલ તંત્રમાં ચકચાર વ્યાપી ગઈ છે.
સામાજિક કાર્યકર ડૉ.દોશીના વાઈરલ લેટરથી સિવિલ હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ: તપાસ કમિટી બનાવાશે
નિયમ મુજબ સરકારી પ્રેક્ટિસના સમયે ખાનગીમાં પ્રેક્ટિસ કરી શકે નહિં: ડીન ડૉ.ભારતી પટેલ
રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલે જણાવ્યું હતું કે, ડો. દોશીના નામનો લેટર વાઇરલ થતા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે. બાયોમેટ્રિકથી સરકારી તબીબોને હાજરી પૂરવાની રહેતી હોય છે. સરકારી સેવાનો સવારે 9થી 5 વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે. ઈખ સેતુમાં જે તબીબો હોઈ છે તેને સરકારી સમયમાં હાજર રહેવાનું હોય છે. નિયમ મુજબ સરકારી પ્રેક્ટિસના સમયે ખાનગીમાં પ્રેક્ટિસ કરી શકે નહીં.