શી ટીમે નાસ્તો તેમજ કપડા આપી માનવતા પણ મહેકાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશનર મહિલા સેલ આર.એસ. બારીઆના માર્ગદર્શન હેઠળ મહીલા પોલીસ સ્ટેશન PI બી. ટી. અકબરીની સૂચનાથી મહીલા પોલીસ સ્ટેશન શી ટીમ ઇન્ચાર્જ WPC હંસાબેન પઢિયાર સાથે WPC પલ્લવીબેન તેમજ N.G.O.ના પ્રીતિબેન પટેલ દ્વારા બાપા સીતારામ ચોક પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા 32 બાળકો તેમજ મહિલાઓને કાયદાકીય જાગૃતિ લાવવા માટે નવા કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ WPC હંસાબેન દ્વારા નાના બાળકોને ગુડ ટચ બેડ ટચ, પોલીસ હેલ્પ લાઈન નંબર 100, સાઈબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 તેમજ સિનિયર સિટીઝન હેલ્પ લાઇન નંબર 14567 વિશે માહિતી આપવામાં આવી હતી તથા કાનૂની સહાયતા કેન્દ્ર તેમજ મહિલાઓને જાતિય સતામણી, પોક્સો એક્ટ, સાઈબર ક્રાઇમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા શી ટીમની મદદ કઈ રીતે લેવી તે અંગે માહિતી આપતી આપવામાં આવી હતી. ઝૂંપડપટ્ટીમાં રહેતા મહીલાઓ તથા બાળકોને નાસ્તો તેમજ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.