સોમનાથ મહોત્સવ-ત્રીજો દિવસ
નિલેશ પરમારના ગૃપ દ્વારા ’મણિયારો’ રાસ રજૂ કરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
કલાથી આરાધનાના ઉત્સવ ’સોમનાથ મહોત્સવ’ના તૃતિય દિવસે બરોડા-કેરલા સમાજ દ્વારા ’સીંગરી મેલમ’ તેમજ શ્રી નિલેશ પરમારે ગુજરાતી લોક નૃત્યની અદભુત પ્રસ્તુતિ રજૂ કરી હતી. બરોડા-કેરલા સમાજ દ્વારા ઢોલ-મૃદંગના નાદ અને વાંસળીના સુમધુર સુર સાથે અલગ-અલગ તાલવાદ્યોના માધ્યમથી ’સીંગરી મેલમ’ કળાની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ’સિંગરી મેલમ’ની આ કળા શિવ અને કૃષ્ણ ભગવાનની આરાધના કરવા માટે દર્શાવવામાં આવે છે. તમિલનાડુ સહિત દક્ષિણ વિસ્તારના અમુક ભાગોમાં અલગ-અલગ તાલવાદ્યોના માધ્યમથી પૂજા કરવા માટે વિવિધ મંદિરોમાં પ્રભુના ચરણમાં ’સિંગરી મેલમ’ ની આ કળા દ્વારા પૂજા અર્પણ કરવામાં આવે છે.
કલાકાર શ્રી નિલેશ પરમારના ગૃપ દ્વારા પોરબંદરનો મણિયારો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. શોર્ય-ભાવને પ્રસ્તુત કરતાં આ મણિયારા રાસમાં ડફ અને ઢોલના સંગમે માહોલમાં જોશ ભરી દીધો હતો. આ બંને પ્રસ્તુતિઓને કલા રસિકજનોએ મન ભરીને માણી હતી.