– LIC નો શેરનો ભાવ રૂ.585 બંધ: અદાણીની 10માંથી સાત સ્ક્રીપ્ટ સતત રેડમાં
દેશના અનેક સમયના સૌથી મોટા ઉદ્યોગગૃહ બનવા માટે ધસમસી રહેલા અદાણી ગ્રુપ હિડનબર્ગ રીપોર્ટ આવ્યા બાદ આ કંપનીનો ગ્રાફ એકસેલેટર કરતા પણ ઝડપથી નીચે આવી ગયા છે અને હજું કેટલો નીચો જશે તે અંગે પણ પ્રશ્ન છે જેના કારણે ભારતના શેરબજારમાં અદાણી કંપનીની લીસ્ટેડ સ્કીપ્સમાં રોકાણ કરનાર લાખો ઈન્વેસ્ટર્સના લાખો કરોડો ધોવાયા છે તો દેશની અનેક નાણાકીય સંસ્થાઓ પણ તેમાં સામેલ છે પણ સૌથી વધુ ચર્ચા ભારતીય જીવન વિમા નિગમની છે.
- Advertisement -
હવે અદાણી ગ્રુપના શેરોમાં નેગેટીવ થવાની તૈયારીઓ છે અને તેનો માર હવે એલઆઈસીના શેરધારકોને પણ લાગ્યો છે. અદાણી ગ્રુપમાં એલઆઈસીનું રોકાણ તા.22 ફેબ્રુઆરીના કલોઝીંગ સમયે રૂા.33632 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતું થયું છે. જાન્યુઆરી 27ના હિડનબર્ગ રીપોર્ટ જાહેર થયા બાદ એલઆઈસીએ જાહેર કર્યુ હતું કે અદાણી ગ્રુપમાં તેનું રોકાણ રૂા.56142 કરોડની માર્કેટ વેલ્યુ કે ઈન્વેસ્ટમેન્ટ વેલ્યુ ધરાવે છે પણ ડિસેમ્બર શેલ્ડીંગ ડેટા મુજબ એલઆઈસીનું રોકાણ રૂા.62550 કરોડનું હોવું જોઈએ.
આમ રૂા.6408 કરોડનો અથવા એલઆઈસીના રોકાણના 10%નો તફાવત છે અને તેથી એ પ્રશ્ન પણ સર્જાયો છે કે શું એલઆઈસીએ પણ હિડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપમાંથી તેનું રોકાણ ઘટાડવાનો પ્રયાસ કરીને તા.1થી24 જાન્યુઆરી વચ્ચે રૂા.6400 કરોડના શેર વેચ્યા હતા! પણ ડિસેમ્બર પેટર્ન મુજબ એલઆઈસીનું અદાણી ગ્રુપમાં રોકાણ રૂા.33632 કરોડનું તા.22 ફેબ્રુ.ના રોજ રહ્યું છે અને એલઆઈસીના ડિસેમ્બર શેરહોલ્ડીંગ પેટર્ન મુજબ કંપનીએ 10% હોલ્ડીંગ વેલ્યું હોય તો હાલ તેનું હોલ્ડીંગની બજાર કિંમત રૂા.30221 કરોડ થઈ છે. જે તેની પરચેઝ વેલ્યુ કે ફસ્ટ વેલ્યુ સમાન અથવા તો તેનાથી રૂા.94 કરોડ જ વધુ છે અને અદાણીનો આ આંચકો એલઆઈસીના શેરહોલ્ડર્સને પણ લાગ્યો છે.
એલઆઈસીનો શેર ગઈકાલે ઓલટાઈમ લોની નજીક પહોંચી ગયો હતો અને તે રૂા.585ના ભાવે ટ્રેડ થયો જે ભૂતકાળના રૂા.582ના ભાવથી થોડો વધુ નોંધાયો છે. અદાણીના શેરના ભાવમાં જે રીતે કડાકા નોંધાઈ રહ્યા છે તે સાથે એલઆઈસીનું આ ગ્રુપમાં રોકાણ પણ ધોવાતા તેની સ્કીમ પણ ગગડી છે.
- Advertisement -
હિડનબર્ગ રિપોર્ટના પગલે જે રીતે માર્કેટમાં અદાણી ગ્રુપના શેરોમાં જબરી વેચાવલી આવી અને માર્કેટ તૂટયું તે સમયે એલઆઈસીએ જાહેર કર્યુ હતું કે તેના દ્વારા અદાણી ગ્રુપની કોઈ સ્ક્રીપ્ટમાં વેચાણ કરાયું નથી પણ એલઆઈસીએ નફો-બુક કરવા કે પછી તેની સ્ટ્રેટેજીના ભાગરૂપે તા.1થી24 જાન્યુ. સમયગાળામાં (હિડનબર્ગ રિપોર્ટ પુર્વે) રૂા.6400 કરોડના શેર વેચ્યા હતા.
શુક્રવારના કલોઝીંગ મુજબ અદાણીના 10 લીસ્ટેડ સ્ટોકમાં સાત રેડમાં બંધ થયા જેમાં અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમીશન અને અદાણી પાવર તો તેની 5%ની લોઅર સર્કીટ પાસે બંધ થયા હતા. ખુદ સરકારે સંસદમાં હાલમાં જ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે એલઆઈસીનું અદાણી ગ્રુપમાં રોકાણ રૂા.30127 કરોડનું છે અને એ પણ જણાવ્યું કે તે પોર્ટફોલિયોનું માર્કેટ કેપ રૂા.56142 કરોડ હતું. આમ ખુદ સરકારના આંકડા અને એલઆઈસીના સ્ટેટમેન્ટ જ એલઆઈસીનું અદાણી ગ્રુપમાં રોકાણ નેગેટીવ થવાની નજીક છે તે નિશ્ચિત કરે છે.