– યુએનના મહાસચિવ ગુટેરસે હિજાબ સામે દેખાવ કરનારા સામે બળપ્રયોગ ન કરવા ઈરાનને અપીલ કરી
ઈરાનમાં હિજાબનો વિરોધ કરી રહેલા દેખાવકારોના પક્ષમાં તુર્કીયેની ગાયિકા મેલેક મોસોએ પોતાના વાળ એક જાહેર કાર્યક્રમમાં મંચ પર લોકો વચ્ચે કાપ્યા હતા. સોશ્યલ મીડીયામાં આ વિડીયો વાયરલ થયો છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે ઈરાન સરકારને દેખાવકારો સામે બિનજરૂરી બળપ્રયોગ ન કરવાની અપીલ કરી છે.
- Advertisement -
ખરેખર તો થોડા દિવસ પહેલા 22 વર્ષીય અમિનીના પોલીસ કસ્ટડીમાં મોત બાદ ઈરાનમાં હિજાબ વિરુદ્ધ ચાલુ થયેલા દેખાવોને દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં હિજાબને લઈને ચાલી રહેલા સરકાર વિરોધી દેખાવો દરમિયાન સુરક્ષાદળો સાથેની ઝપાઝપીમાં અત્યાર સુધીમાં 76 લોકોના મોત થયા છે.
હિજાબનો વિરોધ કરનાર ઈરાનની મહિલાના મોત બાદ આ હિજાબ વિરોધી આંદોલન ઈરાનના 46 શહેરોમાં ફેલાઈ ગયુ છે. સરકારના સખ્ત ડ્રેસ કોડના વિરોધમાં મહિલાઓ પોતાના વાળ કાપવા લાગી છે. આ પ્રદર્શન હવે દુનિયાભરમાં લંડન, ફ્રાંસ, સીરીયા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રીયા, લેબનાન તુર્કીમાં ફેલાઈ રહ્યું છે.