દુનિયાની બીજી અને જાપાનની સૌથી વૃદ્ધ મહિલા ફુસા તત્સુમીનું 116 વર્ષની વયે કાશિવારાની હોસ્પિટલમાં નિધન થઇ ગયું. 12 ડિસેમ્બરના પોતાનું મનપસંદ ભોજન પેસ્ટ જેલી ખાધા પછી તેમની મૃત્યુ થઇ ગઇ। તેમની મૃત્યુનું કારણ વૃદ્ધાવસ્થાને બતાવવામાં આવે છે.
તત્સુમી છેલ્લા કેટલાક વર્ષથી 119 વર્ષના તનાકાના નિધન પછી દુનિયાના સૌથી વૃદ્ધ મહિલા બતાવવામાં આવી રહ્યા હતા. ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે ગયા વર્ષે એપ્રિલમાં તનાકાને દુનિયાની સોથી વૃદ્ધ મહિલાનો દરરજો આપ્યો હતો. તત્સુમીને દુનિયાના 27માં અને જાપાનના 7માં સૌથી વધુ વૃદ્ધ ગણાવ્યા હતા.
- Advertisement -
વર્ષ 1907માં જન્મેલા તત્સુમી ઓસાકામાં પોતાના ત્રણ બાળકો અને પતિ સાથે રહેતા હતા. હાલ કેટલાક દિવસોથી તેઓ પોતાનો વધારાનો સમય હોસ્પિટલના બેડ પર જ પસાર કરી રહ્યા હતા. કેટલાક રિપોર્ટ અનુસાર ફુસા તત્સુમાને પહોલા કોઇ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા નહોતી પણ હવં તેઓ ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા હતા. જો કે, 70 વર્ષની ઉંમરમાં પડવાના કારણે તેમના પગનું હાડકું તૂટી ગયું હતું.
તત્સુમીના નિધન પર તેમના 76 વર્ષના દિકરા કેંજીએ કહ્યું કે, આ ઉંમર સુધી પહોંચવા માટે તેમણે બહુ સારા કામ કર્યા છએ. ઓસાકાના ગવર્નર હિરોફુમી યોશીમુરાએ તત્સુમીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે આ વર્ષ સપ્ટેમ્બરના તત્સુમીની લાંબી ઉંમરનું સેલિબ્રેશન કરવા એક પાર્ટીનું આયોજન કર્યું હતું, તેના વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મને યાદ છે કે તે સમયે ફુસા તત્સુમી કેટલા સ્વસ્થ હતા. જાપાન દુનિયાના સૌથી વધુ વૃદ્ધ ધરાવનારા દેશોમાંનો એક છે. જ્યાં એવા કેટલાય લોકો રહે છે, જેની ગણતરી દુનિયાના સૌથી મૃદ્ધ વ્યક્તિઓમાં થાય છે.



