કમ્બોડિયા સ્થિત અંગકોરવાટના દુનિયાના હાલનાં સૌથી મોટા મંદિર કરતા પર આ મંદિર વિશાળ હશે: મંદિર પરિસરમાં વિશાળ શિવલીંગની સ્થાપના થશે: એક મંદિર શ્રીકૃષ્ણનું બનશે
જયારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે બિહારનાં ચંપારણની ધરતી પર વિરાટ રામાયણ મંદિરનું નિર્માણ કાર્ય પણ જોર પકડી રહ્યું છે. આ વિશ્વનું સૌથી મોટુ મંદિર બનશે.હાલ કમ્બોડીયા સ્થિત અંગકરોવાટ મંદિરને દુનિયાનું સૌથી મોટુ મંદિર માનવામાં આવે છે.
- Advertisement -
3.36 લાખ વર્ગ ફૂટમાં બનાવવામાં આવી રહેલા ત્રણ માળના વિરાટ રામાયણ મંદિરમાં 22 દેવાલય અને કુલ 12 શિખર હશે. મંદિરમાં સૌથી ઉંચુ શિખર 270 ફૂટનું હશે. જયારે મંદિરની લંબાઈ 1080 ફીટ અને પહોળાઈ 540 ફીટની હશે.વિરાટ રામાયણ મંદિરમાં ભગવાન રામની સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણ પણ બિરાજશે. સાથે- સાથે મંદિરમાં વિશ્વના સૌથી મોટા શિવલીંગની પણ સ્થાપના કરવામાં આવશે. પટણાનાં મહાવીર મંદિર ટ્રસ્ટ દ્વારા વિરાટ રામાયણ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
મંદિરનાં નિર્માણ માટે ભૂમીપૂજન વર્ષ 2012 માં કરાયું હતું. જયારે પાયો નાખવાનું કામ ગત મહિને કરવામાં આવ્યું હતું. મંદિરનું નિર્માણ 2025 સુધીમાં પુરૂ કરવાનું લક્ષ્ય રખાયુ છે.
રામાયણની ઝલકવાળા 21 દેવાલય
આ મંદિરનાં 120 એકરના પરિસરમાં વિવાહ ઘર અને ધર્મશાળા બનશે. જયારે 21 દેવાલય રામાયણની ઝલકવાળા બનશે તેમાં વિશ્વામિત્ર આશ્રમમાં શ્રીરામ અને તેના અન્ય ભાઈઓનું શિક્ષણ, ધનુષભંગ, રામવિવાહ, કેવટ પ્રસંગ વગેરે મૂર્તરૂપે રજુ કરાશે. જયારે 22 મું દેવાલય ભગવાન શ્રીષ્ણનું બનશે.
- Advertisement -
નિર્માણ શરૂ થવામાં વિલંબનું કારણ
વિરાટ રામાયણ મંદિરનું ભૂમિપૂજન વર્ષ 2012 માં થયુ હતું. પહેલા તેનું નામ વિરાટ અંગકોરવાટ મંદિર હતું પરંતુ કમ્બોડીયા સરકારનો વાંધો અને જમીનની ખરીદીમાં વિલંબનાં કારણે મંદિરનાં નિર્માણનું મોડૂ થતુ ગયુ. ગત 20 જુને પૂર્વી ચંપારણનાં કેસરીયા પારને કેથવલીયા બહુઆરામાં રથયાત્રાનાં દિવસે મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો. વિરાટ રામાયણ મંદિરમાં કાળા ગ્રેનાઈટના પહાડમાંથી વિશાલ શિવસિંગ બનાવી તેની મંદિરમાં સ્થાપના થશે.