300થી વધુ કંપનીઓ ભવિષ્યના ગેજેટ્સ દર્શાવશે: ખેતી, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે
સુંદર પિચાઈ, સેમ ઓલ્ટમેન અને મુકેશ અંબાણી સહિત 40+ ઈઊઘ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતમાં આજે એટલે કે 16 ફેબ્રુઆરીથી દુનિયાના સૌથી મોટા ટેકનોલોજી ઇવેન્ટ્સમાંથી એક ‘ઇન્ડિયા અઈં ઇમ્પેક્ટ સમિટ 2026’ શરૂ થઈ ગયો છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઔપચારિક ઉદ્ઘાટન સાંજે 5 વાગ્યે કરશે. આ ઇવેન્ટ 20 ફેબ્રુઆરી સુધી નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલશે. સમિટની સાથે-સાથે ‘ઇન્ડિયા અઈં ઇમ્પેક્ટ એક્સપો 2026’નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં દુનિયાભરની કંપનીઓ પોતાના લેટેસ્ટ અઈં સોલ્યુશન્સને દુનિયા સમક્ષ રજૂ કરશે.
અહીં સામાન્ય લોકો જોઈ શકશે કે અઈં વાસ્તવિક જીવનમાં કેવી રીતે કામ કરે છે અને ભવિષ્યમાં અઈં થી ખેતી, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં શું બદલાવ આવવાના છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, આજથી દિલ્હીના ભારત મંડપમમાં ઇન્ડિયા ‘અઈં ઇમ્પેક્ટ સમિટ’ શરૂ થઈ રહી છે. હું આ સમિટમાં ભાગ લેવા આવેલા દુનિયાભરના નેતાઓ, મોટા બિઝનેસમેન, ઇનોવેટર્સ, પોલિસી બનાવનારાઓ, રિસર્ચર્સ અને ટેક્નોલોજીના જાણકારોનું દિલથી સ્વાગત કરું છું. આ સમિટની થીમ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ એટલે કે ‘સૌનું ભલું અને સૌની ખુશી’ છે. આ માનવતાની પ્રગતિ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં)નો ઉપયોગ કરવાના આપણા સહિયારા સંકલ્પને દર્શાવે છે.
સમિટમાં 100થી વધુ દેશો ભાગ લે તેવી અપેક્ષા છે. તેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા સહિત 15-20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને 50થી વધુ મંત્રીઓ સામેલ થશે.
વિશ્ર્વની અગ્રણી ગ્લોબલ અને ભારતીય ટેક કંપનીઓના 40થી વધુ ઈઊઘ પણ સમિટમાં ભાગ લે તેવી અપેક્ષા છે. ગૂગલના ઈઊઘ સુંદર પિચાઈ, ઘાયક્ષઅઈંના સેમ ઓલ્ટમેન, ગદશમશફના જેન્સન હુઆંગ અને માઈક્રોસોફ્ટ-ગૂગલના અન્ય મોટા નામો તેમાં ભાગ લેશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા સન્સના એન. ચંદ્રશેખરન, ઇન્ફોસિસના નંદન નીલેકણી, ભારતી એન્ટરપ્રાઇઝિસના સુનીલ ભારતી મિત્તલ, ઝઈજના ઈઊઘ કે. કૃતિવાસન અને ઇંઈક ટેકના રોશની નાદર મલ્હોત્રા પણ સામેલ થશે.



