– આ રોબોટ જોઈ નકકી નહી કરી શકો કે તે માણસ છે કે રોબોટ
આવનારા દિવસોમાં રોબોટ માણસ માટે મોટી હરીફાઈ સર્જી શકે છે. હાલ અનેક જગ્યાએ રોબોટ માણસોનું કામ કરી રહ્યા છે. હવે મુંબઈમાં વર્ષ 2023માં દુનિયાનું પહેલું એવું કેફે ખુલવા જઈ રહ્યું છે જયાં માણસની જગ્યાએ રોબોટ કામ કરતા હશે અને તે પણ અદલોબદલ માણસ જેવા! દુબઈનું ડોના સાઈબર કેફે આના માટે તૈયાર છે. ગ્રાહકોની સેવા માટે અહીં સુપર મહિલા-પુરુષના સુપર મોડેલ રોબોટ નિયુક્ત કરવામાં આવશે.
- Advertisement -
આ રોબોટને ‘રોબો-સી-2’ નામ આપવામાં આવ્યું છે
સુપર મોડેલ રોબોટ સિવાય આ કેફેમાં અનેક સેલ્ફ સર્વ આઈસ્ક્રીમ મશીન અને રોબોટ આર્મ્સ દ્વારા સંચાલીત કોફી મશીનો પણ હશે. આઈડીઆઈ રોબોટિકસ દ્વારા બનાવવામાં આવેલા આ રોબોટને ‘રોબો-સી-2’ નામ આપવામાં આવ્યું છે.
ગ્રાહકોની ભાવનાઓને સમજવાની ક્ષમતા
આ રોબોટ ગ્રાહકોને યાદ રાખવા અને કંપની સંબંધીત જાણકારી આપવામાં સક્ષમ છે. તે વાતચીત પણ કરી શકે છે અને વાર્તાઓ પણ સંભળાવી શકે છે. તેમનામાં ગ્રાહકોની ભાવનાને સમજવા અને જીવંત વાતચીત જાળવી રાખવાની ક્ષમતા છે. સિલિકોન ત્વચા અને મનુષ્ય જેવી આંખોને લઈને ઘણી હદ સુધી માણસો જેવા જ પ્રતીત થાય છે. આ રોબોટને સુપર મોડેલ જેવા લુક અપાયા છે જેથી તે લોકોને વધુ આકર્ષિત કરી શકે.