-પરંપરાગત ટેકનોલોજીનાં મંદિરને આકાર આપવો અશકય હતો. થ્રી-ડી પ્રિન્ટેડ પદ્ધતિથી શકય બન્યો
તેલંગાણામાં વિશ્વનું પ્રથમ ’3-ડી પ્રિન્ટેડ’ હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. શહેર સ્થિત રિયલ એસ્ટેટ કંપની અપ્સુજા ઇન્ફ્રાટેક સિદ્દીપેટના બુરુગુપલ્લી ખાતે 3,800 ચોરસ ફૂટના વિસ્તારમાં તેનું નિર્માણ કરી રહી છે. અપ્સુજા ઈન્ફ્રાટેક આ પ્રોજેક્ટ માટે ’3-ડી પ્રિન્ટેડ’ કન્સ્ટ્રક્શન કંપની સિમ્પલિફોર્જ ક્રિએશનની મદદ લઈ રહી છે અને આ મંદિર ચારવીથા મીડોઝ પ્રોજેક્ટ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે.
- Advertisement -
અપ્સુજા ઈન્ફ્રાટેકના મેનેજિંગ ડિરેક્ટર હરિ કૃષ્ણ જીદિપલ્લીએ જણાવ્યું હતું કે, “સંરચનાની અંદરના ત્રણ ગર્ભગૃહ મોદકના પ્રતીકાત્મક છે, જે ભગવાન ગણેશને પ્રિય માનવામાં આવે છે. દેવી પાર્વતી માટે એક શિવાલય અને કમળના આકારનો ખંડ છે.” ઉલ્લેખનીય છે કે માર્ચમાં, સિમ્પલીફોર્જ ક્રિએશન્સે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), હૈદરાબાદના સહયોગથી બે કલાકથી ઓછા સમયમાં ભારતનો પ્રથમ ’પ્રોટોટાઇપ’ બ્રિજ બનાવ્યો હતો.
સિમ્પલીફોર્જ ક્રિએશન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધ્રુવ ગાંધીએ જણાવ્યું હતું કે, આને પણ સિદ્ધિપેટના ચારવીથા મીડોઝ ખાતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આઇઆઇટી હૈદરાબાદના સિવિલ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રોફેસર કેવીએલ સુબ્રમણ્યમ અને તેમના સંશોધન જૂથ દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. તેની લોડ વહન ક્ષમતાનું પરીક્ષણ કર્યા પછી, હવે તેનો ઉપયોગ મંદિરની આસપાસના બગીચામાં એક પદયાત્રી પુલ માટે કરવામાં આવી રહ્યો છે.”
હાલ પ્રોજેક્ટ સાઈટ પર કમળ આકારનું મંદિર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જીદિપલ્લીએ જણાવ્યું હતું કે, “પગોડા અને મોદકનું બાંધકામ પૂર્ણ થવા સાથે, બીજા તબક્કામાં કમળનું માળખું અને ગોપુરમનું નિર્માણ પ્રગતિમાં છે.”