ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ શહેરની સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા ખાતે 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.
- Advertisement -
સંસ્થા ખાતે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર, સંસ્થાના સ્ટાફ દ્વારા સંસ્થામાં નિવાસ કરતાં દિવ્યાંગ બાળકો સાથે હળવા અને દિવ્યાંગ બાળકોથી થઈ શકે તેવા યોગ કરવામાં આવેલ. સંસ્થામાં નિવાસ કરતાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોને સવારે વહેલા યોગ માટે તૈયાર કરવામાં આવેલ અને બાળકોની દિવ્યાંગતાને ધ્યાનમાં રાખી યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. સાથે યોગની મહત્વતા વિશે પણ માહીતગાર કરવામાં આવેલ યોગ જીવનમાં નિયમિત કરવાથી આપણાં શરીરમાં રહેલ રોગોનો નાશ થાય છે. તેમજ શરીર એકદમ તંદુરસ્ત રહે છે. વગેરે જેવી બાબતોની પણ માહિતી આપવામાં આવેલ. આમ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.