સંયુક્ત રાષ્ટ્રનાં રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો : 2022 થી યૌન હિંસાના મામલામાં 50 ટકા વધારો : પીડિતાઓમાં બાળકીઓ અને યુવા મહિલાઓ
આજે વિશ્વ મહિલા દિવસ છે. આ દિવસે મહિલાઓનાં ગુણગાન ગવાશે જયારે કડવી વાસ્તવિકતા એ છે કે દુનિયામાં દર 10 મીનીટ પોતાના દ્વારા જ મહિલા કે છોકરીને મારી નાખવામાં આવે છે. સંયુકત રાષ્ટ્ર લૈંગિક સમાનતાને લઈને એક નવો ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, દર 10 મીનીટે એક મહિલા કે છોકરીને તેનો સાથી કે પરિવારના સભ્યો દ્વારા મારી નાખવામાં આવે છે. જયારે પુરા જીવનકાળમાં લગભગ ત્રણમાંથી એક મહિલા પોતાના સાથી દ્વારા શારીરીક કે યૌન હિંસાનો શિકાર બને છે.
- Advertisement -
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2022 માંથી સંઘર્ષ સંબંધી યૌન હિંસાના મામલામાં 50 ટકાની વૃધ્ધિ થઈ છે. જેમાં 95 ટકા પિડીત બાળકો કે યુવા મહિલાઓ છે. સંયુકત રાષ્ટ્ર મુજબ દુનિયાભરમાં ત્રણ દાયકા પહેલા લૈંગિક સમાનતા મામલે બનાવવામાં આવેલ. માળખાને અપનાવ્યા પછી પણ હાલમાં મહિલાઓની સ્થિતિમાં સુધારો નથી થયો અને તેનાં અધિકારીઓને લઈને કોશીશ ચાલુ છે. નવા રિપોર્ટમાં 159 દેશોને સામેલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પોતાના પૂરા જીવનમાં લગભગ ત્રણમાંથી એક મહિલા પોતાના અંતરંગ સાથી દ્વારા શારીરીક કે યૌન હિંસાનો શિકાર બને છે.યુરોપ અને મધ્ય એશીયાના 12 દેશોમાં ઓછામાં ઓછી 53 ટકા મહિલાઓએ ઓનલાઈન હિંસાના એક કે વધુ અનુભવો કર્યા છે.
સંયુકત રાષ્ટ્રનાં મહાસચીવ એન્ટોનિયો ગુટરેએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે મહિલાઓના માનવ અધિકારો પર હુમલા થઈ રહ્યા છે. સમાન અધિકારોને મુખ્ય ધારામાં લાવવાની જગ્યાએ તેને પાછળ છોડવા પર ધ્યાન અપાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ 10 ટકા છોકરીઓ અને મહિલાઓ અત્યંત ગરીબ ઘરોમાં રહે છે. 59.5 મીલીયન છોકરીઓ શિક્ષણ અને અધિકારોથી વંચીત છે.