-ચીનમાં ચાલી રહેલા વિશ્વ રોબોટ એકસ્પોમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા રોબોટ
લાગે છે કે માણસે હવે કુદરતનું કામ હાથમાં લઈ લીધુ છે. માણસ જેવા દેખાતા રોબોટથી દુનિયા આગળ નીકળી ગઈ છે, હવે એન્ડ્રોઈડ આધારીત કુતરા, બિલાડા, પતંગીયા સહિત અનેક જીવ જંતુઓ અને પશુપક્ષીઓ અને પ્રાણીઓના રોબોટ બનવા માંડયા છે.
- Advertisement -
ચીનની રાજધાની બીજીંગમાં શરુ થયેલા વિશ્વ રોબોટ એકસ્પોમાં આ અનોખા રોબોટ હાલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. આ એકસ્પો 22 ઓગષ્ટ સુધી ચાલશે. રોબો એકસ્પોમાં એકબાજુ જયાં માણસના સાથી જેવા હ્યુમેનોઈડ રોબોટ છે.
જે માણસને ચા, કોફી બનાવવાના ઘરેલુ કામમાં મદદરૂપ થાય છે. તો અહી પક્ષીની જેમ ઉડતા રોબોટ જોવા મળે છે. સંગીતની ધુન પર પર્ફોર્મન્સ આપતા રોબો પણ છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં સતત રોબોટ ઉદ્યોગ વધી રહ્યો છે.