આજના સમયમાં લોકોમાં તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થવી તે સામાન્ય છે. ડિપ્રેશનને કારણે વ્યક્તિના દૈનિક જીવન પર ખૂબ જ ખરાબ અસર થાય છે. અહીંયા અમે તમને ડિપ્રેશનના કેટલાક લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ.
દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ઊજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનઈઝેશનના એક રિપોર્ટ અનુસાર આંતરરરાષ્ટીય સ્તરે આઠમાંથી એક મેન્ટલ ડિસઓર્ડરનો શિકાર છે. વિશ્વ માનસિક આરોગ્ય દિવસે આ બાબતે જાગૃતતા ફેલાવવામાં આવે છે. આજના સમયમાં લોકોમાં તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થવી તે સામાન્ય છે. ડિપ્રેશનને કારણે વ્યક્તિના દૈનિક જીવન પર ખૂબ જ ખરાબ અસર થાય છે. અહીંયા અમે તમને ડિપ્રેશનના કેટલાક લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ.
- Advertisement -
ડિપ્રેશનના શરૂઆતના સંકેત
સતત દુ:ખી રહેવું અને એકલાપણું લાગવું- ડિપ્રેશનના કારણે વ્યક્તિ મહિનાઓ સુધી દુ:ખી અને એકલાપણાની લાગણી અનુભવે છે.
કોઈ કામમાં રૂચિ ના હોવી- ડિપ્રેશનના કારણે વ્યક્તિને કોઈપણ કામ કે એક્ટિવિટીમાં રસ રહેતો નથી અને મજા આવતી નથી.
ભૂખ અને વજનમાં ફેરફાર- ડિપ્રેશનના કારણે વ્યક્તિની ભૂખમાં ફેરફાર થાય છે. જેના કારણે વ્યક્તિનું વજન એકદમ ઘટવા લાગે છે અથવા વધવા લાગે છે.
- Advertisement -
થાક લાગવો અને એનર્જી ના રહેવા- આખી રાત ઊંઘ્યા પછી પણ સતત થાક લાગવો અને એનર્જી ના રહેવી તે ડિપ્રેશનનું મુખ્ય લક્ષણ છે.
ઊંઘમાં ખલેલ- ડિપ્રેશનમાં ઊંઘની સમસ્યા થવી તે એક સામાન્ય બાબત છે. આ સમસ્યાને કારણે વ્યક્તિને ઊંઘ આવતી નથી અથવા જરૂર કરતા વધારે ઊંઘ આવે છે.
ધ્યાન લગાવવામાં તકલીફ થવી- ડિપ્રેશનના કારણે વ્યક્તિ ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી, નિર્ણયક્ષમતા અને યાદશક્તિ ખરાબ થઈ શકે છે. જેના કારણે કામ પર અસર થાય છે.
અપરાધબોધ અને નિરાશાની ભાવના- ડિપ્રેશનના કારણે વ્યક્તિને નકારાત્મક વિચાર, અપરાધબોધ અથવા નકામી ફીલિંગ્સ અને ભવિષ્ય વિશે નિરાશાની લાગણી અનુભવે છે.
જરૂર કરતા વધારે ગુસ્સો- ડિપ્રેશનના કારણે વ્યક્તિ ચિડીયુ થઈ જાય છે અને નાની નાની વાત પર ગુસ્સો આવે છે.
સામાજિક મેલજોલમાં શામેલ ના થવું- ડિપ્રેશનના કારણે વ્યક્તિ મિત્રો, સંબંધીઓ અને સોશિયલ એક્ટિવિટીઝથી દૂર રહે છે.
આપઘાતના વિચાર આવવા- ડિપ્રેશનથી પીડિત વ્યક્તિને આપઘાતના વિચાર આવે છે. આપઘાતના વિચાર આવવા તે ડિપ્રેશનની સૌથી ખરાબ પરિસ્થિતિ છે.