વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં એકસાથે પહોંચ્યા હતા, જ્યાં તેઓ હાથ મિલાવતા અને હળવી વાતચીત કરતા જોવા મળ્યા હતા. એક સમયે, મોદી અને પુતિન શહેબાઝ શરીફની સામેથી પસાર થઈ ગયા કારણ કે તેઓ સીધા આગળ જોઈ રહ્યા હતા, અને કાર્યક્રમની બાજુમાં હોય તેવું લાગતું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. એવામાં ચીનના શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ પર સૌની નજરો ટકેલી છે. કારણ કે, અહીં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદી એકસાથે જોવા મળ્યા છે. SCO સમિટના ઉદ્ઘાટન સમયે ત્રણેય દિગ્ગજ નેતાની મુલાકાતની તસવીરો સામે આવતા ટેરિફ વૉર વચ્ચે આ તસવીર
- Advertisement -
ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં ભારત ઉપર 50 ટકાથી વધુ ટેરિફ લાદી દીધ્યો છે. જોકે, મોદી સરકાર તેનો જવાબ આપવા માટે રશિયા અને ચીન તરફ મિત્રતાપૂર્ણ સંબંધોને મજબૂત કરવા માટે આગળ વધી રહી છે. ત્યારે એસસીઓ સમિટમાં ચીનના પ્રમુખ જિનપિંગ, ભારતના વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે ઉષ્માભેર મુલાકાત થઈ હતી.
ચીનના પ્રમુખે કરી મોટી જાહેરાત
એસસીઓ શિખર સંમેલમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે જાહેરાત કરી હતી કે, આ વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોને 281 મિલિયન અમેરિકન ડૉલરની ગ્રાન્ટ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, આ મદદ સભ્ય દેશોની આર્થિક અને વિકાસ સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હશે.