જૂનાગઢ જિલ્લાના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સાથે જ લોકોમાં હાઇપર ટેન્શન અંગે જાગૃતિ આવે એ માટે તા. 17 મે થી આગામી 16 જુન સુધી જૂનાગઢ જિલ્લામાં જનજાગૃતિ માટેની વિવિધ પ્રવૃતીઓ યોજવામાં આવનાર છે. વિશ્વ હાયપરટેન્શન દિવસ નિમિતે જૂનાગઢ જિલ્લાના કેશોદના બાલાગામ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ખાસ એનસીડી સ્ક્રીનીંગ કેમ્પ અને જનજાગૃતિ કેમ્પ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જિલ્લાના તમામ આયુષ્યમાંન આરોગ્ય કેન્દ્ર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર , સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ ખાતે વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી કરી હતી.
જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી કરાઈ

Follow US
Find US on Social Medias


