ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના વિક્ટર ગામે જી.એચ.સી.એલ ફાઉન્ડેશન સંચાલિત વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો. જેમાં તાલીમાર્થી એ ખૂબ જ ઉત્સાહ ભાગ લીધો હતો.જેમાં જી.ડી.એ. ની બહેનો દ્વારા આરોગ્યને લગતા પોસ્ટર તથા નાટકો દ્વારા જાગૃતિ અંતર્ગત પ્રેણાઓ આપી અને સ્વસ્થ રહેવા માટે સંકલ્પ કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રેનિંગ સેન્ટરના ઇન્ચાર્જ મહેન્દ્રભાઇ મજેઠીયા તથા સ્ટાફગણ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.