મધુરા જસરાજ લાંબા સમયથી બિમાર હતા: તેમની વય 86 વર્ષની હતી, તેમણે પંડિત જસરાજ પર ડોકયુમેન્ટરી બનાવેલી
મેવાતી ધરાનાના પ્રથમ પંકિતના વિશ્વવિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજજીના પત્ની મધુરા જસરાજનું આજે વહેલી સવારે નિધન થયુ છે. આ વાતની જાણકારી તેમની પુત્રી દુર્ગા જસરાજે આપી છે. મધુરાએ 1962માં પંડિત જસરાજ સાથે વિવાહ કર્યા હતા.
- Advertisement -
સુવિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજની પત્ની અને પ્રસિધ્ધ ફિલ્મ હસ્તી વી.શાંતારામની પુત્રી મધુરા જસરાજનુ આજે સવારે તેમના નિવાસસ્થાને નિધન થયુ છે. તેમની ઉંમર 86 વર્ષની હતી. તેઓ લાંબા સમયથી પથારીવશ હતા. મધુરા જસરાજના બે બાળકો દુર્ગા જસરાજ તથા સારંગદેવ છે.આજે બપોરના મધુરાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર અંધેરી સ્થિત આવાસથી ઓશિવારા સ્મશાન લઈ જવાશે. બપોરના 4-30 કલાકે અંતિમવિધિ કરાશે.
એક લેખક, ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ક્ષેત્રે સક્રિય એવા મધુરાએ પોતાના પતિને શ્રધ્ધાંજલી આપવા સાલ 2009માં ‘સંગીત માર્તંડ પંડિત જસરાજ’ નામથી એક ડોકયુમેન્ટરી બનાવી હતી તે સિવાય પોતાના પિતા વી.શાંતારામના જીવન પર પુસ્તક લખેલુ હતુ તથા અનેક સાહિત્ય સર્જન કરેલ છે.