જૂનાગઢ જિલ્લા કલેક્ટરની માર્ગદર્શન મુજબ 22 મેં થી 5 જૂન દરમ્યાન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વન વિભાગ જૂનાગઢ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વન કર્મીઓ સાથે વેપારીઓએ ભવનાથ ગિરનારની જૂની સીડી પર સઘન સફાઈ કરીને કચરો એકત્ર કરવામાં આવ્યો હતો અને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢના નાયબ વન સંરક્ષક અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ,મદદનીશ વન સંરક્ષકના અધ્યક્ષ સ્થાને વેપારી એસોસિએશનના દુકાનદારો સાથે સેમિનાર યોજાવામાં આવેલ. બાદ આ તમામ દુકાનદારો સાથે ગિરનાર જૂની સિડ્ડી પર સફાઈ કામગીરી કરવામાં આવેલ. સફાઈ બાદ વન વિભાગ દ્વારા બાઈક રેલી યોજવામાં આવેલ હતી જેમાં રોપવે થી સોનાપુરી, મજેવડી ગેટ, રેલવેસ્ટેશન, ગાંધીચોક, કાળવા, ધરાનગર સુધી રૂટ રાખવામાં આવેલ હતો.
જૂનાગઢમાં વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી, ગિરનાર જૂની સિડી સફાઈ સાથે બાઈક રેલી યોજી

Follow US
Find US on Social Medias


