ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જુદીજુદી રીતે કરવામાં આવી હતી જેમાં ચિત્રા સ્પર્ધા, નિબંધ સ્પર્ધા,કવિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી જે જૂનાગઢ જિલ્લામાંથી આશરે 950 તથા અન્ય જિલ્લામાંથી 250 જેટલા દરેક ઉંમરના સ્પધકોએ હોશ ભેર ભાગ લીધો હતો જેમાં પ્રથમ પ્રાપ્ત કરતા પાર્ટીસીપેટ સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર (ચેક) આપવામાં આવ્યા હતાજેમાં નિબંધ સ્પર્ધામાં એ. કેટેગરીમાં પ્રથમ આનંદીબા પ્રતાપસિંહ ઓરા પ્રેમાનંદ વિદ્યા મંદિર જૂનાગઢ રહિયા હતા, બી. કેટેગરીમાં હિરલબેન પાનેરા ડો.સુભાષ ઇન્જીનયરિંગ કોલેજ જૂનાગઢ તથા સી.કીર્તિ બેન મકવાણા નવલખી પ્રાથમિક શાળા નવલખી રહિયા હતા આ તકે પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ સાહેબ દ્વારા ભાગ લેનાર દરેક સપર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા તેવી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાએ જણાવેલ છે


