આ રોગ વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે.
દેશમાં ડાયાબિટીસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અને એક રિપોર્ટ અનુસાર ભારત ટાઇપ-2 ડાયાબિટીસનાના કેસમાં વિશ્વના ટોચના 10 દેશોની યાદીમાં સામેલ છે. જણાવી દઈએ કે કેન્સર અને હ્રદયરોગ પછી ડાયાબિટીસ સૌથી ઝડપથી વધતો રોગ છે. આપણા દેશમાં 20 થી 70 વર્ષની વયજૂથના કુલ 8.7% લોકો ડાયાબિટીસથી પીડિત છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. જણાવી દઈએ કે આ રોગ વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે.
- Advertisement -
નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસ એ એક લાઈફસ્ટાઈલની બીમારી છે અને ભારતમાં આ બીમારી મહામારીનું રૂપ લઈ રહી છે. ડાયાબિટીસ ઘણા કારણોસર થાય છે અને આવી સ્થિતિમાં તેનાથી બચાવવાની રીતો પણ અલગ છે.
એક્સપર્ટસ મુજબ શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન ન બનવાને કારણે ડાયાબિટીસ થાય છે. આ જેનેટિક, વધતી ઉંમર અને ચરબીને કારણે થાય છે. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એ વ્યક્તિએ તેની લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખવું જોઈએ. સ્વ-નિરીક્ષણ પણ જરૂરી છે અને આ સાથે સાથે ખાવામાં પણ ધ્યાન રાખવું જોઈએ ઉપરાંત ફેટ અને કાર્બોહાઇડ્રેટનું સેવન ન ન કરવું સાથે જ જો ચરબી વધી રહી છે તો તેને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.
શરૂઆતી લક્ષણોને લોકો અવગણે છે
ડૉક્ટર જણાવે છે કે મોટાભાગના લોકો ડાયાબિટીસના શરૂઆતના લક્ષણોને અવગણે છે અને આવું એટલા માટે થાય છે કારણ કે આ રોગ વિશે લોકો પાસે અપૂરતી જાણકારી છે. આ કારણે જ તેને લઈને થતી અન્ય સમસ્યાઓ વિશે પણ ખબર નથી પડતી. આ માટે જ લોકોમાં જાગૃતિ વધારવા માટે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષની થીમ ‘એક્સેસ ટુ ડાયાબિટીસ એજ્યુકેશન’ છે.
- Advertisement -
સાયલન્ટ કીલર છે ડાયાબિટીસ
ડાયાબિટીસ કોઈ જીવલેણ રોગ નથી પરંતુ તેને હંમેશા ‘સાયલન્ટ કિલર’ માનવામાં આવે છે. એવું એટલા માટે કે તેને કારણે શરીરમાં બીજી ઘણી બીમારીઓ વધવાનો ડર રહે છે. અને ક્યારેક લોકોને આ બીમારી થઈ જાય તેની પણ તેમણે ખબર રહેતી નથી. આવી સ્થિતિમાં લોકોને ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો વિશે શિક્ષણ આપવું જરૂરી છે, કારણ કે જો ડાયાબિટીસની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો ડાયાબિટીસને કારણે અંધત્વ, રેનલ ફેલ્યોર, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગોનો પણ શિકાર બની શકી છીએ.
આ છે ડાયાબિટીસના લક્ષણો
-વારંવાર તરસ લાગવી
-વજન ઘટી જવું
-ખૂબ ભૂખ લાગવી
-શરીરમાં નબળાઈ લાગવી
-વારંવાર પેશાબ આવવું