વર્લ્ડકપ-2023નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે ભારતની યજમાનીમાં આ ટૂર્નામેન્ટ રમાવાની છે. આ વખતે વર્લ્ડકપની ટ્રોફીને ઐતિહાસિક રીતે લોન્ચ કરવામાં આવી છે. અત્યારે વર્લ્ડકપની ટ્રોફી વિશ્વપ્રવાસે છે અને ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા દરેક દેશનો પ્રવાસ કરી રહી છે.
દરમિયાન આઈસીસીએ પોતાના ટવીટર એકાઉન્ટ પર એક તસવીર શેયર કરી છે જેમાં બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે. શાહરૂખની આ તસવીર સોશ્યલ મીડિયા ઉપર આગની જેમ ફેલાઈ રહી છે.
- Advertisement -
King Khan 🤝 #CWC23 Trophy
It’s nearly here … pic.twitter.com/TK55V3VkfA
— ICC (@ICC) July 19, 2023
- Advertisement -
આ તસવીરમાં શાહરૂખ વર્લ્ડકપ ટ્રોફી તરફ જોઈને પોઝ આપી રહ્યો છે. તેની આ તસવીરે ક્રિકેટ પ્રેમીઓ જ નહીં બલ્કે તેના ચાહકોનું પણ દિલ જીતી લીધું છે.