વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયાનો વિજય રથ આજે પણ યથાવત રહ્યો હતો. ટીમ ઇન્ડિયાએ આજે ઇંગ્લેન્ડને ધૂળ ચાટતું કરી જબરદસ્ત છઠ્ઠી જીત પોતાને નામ કરી હતી. આ જોરદાર જીત સાથે ટીમ ઇન્ડિયાએ પોતાનું સ્થાન લગભગ ફાઈનલ કરી લીધું છે આજે લખનૌમાં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો હતો. જેમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી 229 રનનો સ્કોર કર્યો હતો. ભારતીય ટીમના રોહિત શર્માએ 101 બોલમાં 87 રન બનાવ્યા જ્યારે સૂર્યકુમાર યાદવે 49 રનની ઇનિંગ રમી. વિરાટ કોહલી વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો છે. વિરાટ કોહલી 9 બોલનો સામનો કર્યો પરંતુ ખાતું પણ ખોલાવી શક્યો નહીં. શ્રેયસ અય્યર પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો.
Heartiest congratulations to Team India on their remarkable sixth consecutive victory in #CWC2023! Skipper @ImRo45's gritty 87-run innings on a challenging batting surface showcased exceptional skill and determination. Kudos to @MdShami11 for his outstanding bowling, claiming 4… pic.twitter.com/PrZFPLlkoM
- Advertisement -
— Jay Shah (@JayShah) October 29, 2023
બાદમાં 230 રનના ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ઈંગ્લેન્ડના ખેલાડીઓનીં શરૂઆત ધીમી રહી હતી. બાદમાં 100 રન સુધી પહોંચતાની સાથે જ ઈંગ્લેન્ડની ટીમને મોઢે ફીણ આવી ગયા હતા અને ઈંગ્લેન્ડની ટીમ 129 ઓલઆઉટ થઈ છે. ભારતીય ટીમના બોલરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું જેમાં મોહમ્મદ શામીએ ચાર વિકેટ લીધી હતી. ખાસ વાત એ છે કે તેમણે 2 ઓવર મેડન પણ કાઢી હતી. કુલદીપ યાદવે બે વિકેટ અને જસપિત બુમરાહ 3 વિકેટ તથા એક વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી હતી.
- Advertisement -
WIN by 💯 runs in Lucknow ✅
🔝 of the table with 6⃣ wins in a row!#TeamIndia 🇮🇳#CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/oKmCLpCzUt
— BCCI (@BCCI) October 29, 2023
ભારતીય ટીમના 6 મેચમાં તમામ મેચમાં જોરદાર જીત હાસલ કરતા ટીમ 12 પોઈન્ટ મેળવી ચુકી છે. બીજી બાજુ સાઉથ આફ્રિકા 6 મેચના 10 પોઈન્ટ લઈને બીજા નંબર પર છે. ભારતના આ 230 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી જોસ બટલરની ટીમ 34.5 ઓવરમાં 129 રનમાં જ હાંફી ગઈ હતી. બીજી બાજુ આ માત્ર જીત જ ન હતી આ જીતની સાથે રોહિત શર્માના નેજા હેઠળની ટીમે વિશ્વ કપની સેમીફાઈનલમાં પ્રવેશ પાક્કો કરી લીધો છે. અંતિમ 4 માં એન્ટ્રી લેવામાં ટીમ ઈંડિયા પહેલી બની છે.