દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવી 9 મેચમાંથી 7 મેચ જીતનાંરી ટીમ બની ગઈ છે સાથે જ અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થનારી 5મી ટીમ બની ગઈ છે.
સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપ 2023માં વધુ એક જીત પોતાના નામે કરી છે. ટૂર્નામેન્ટના 42માં મેચમાં શુક્રવારે સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 5 વિકેટે કારમી હાર આપી હતી. આ ટીમનું 9 મેચોમાં આ તેની સાતમી જીત છે.સાથે જ અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થનારી 5મી ટીમ બની ગઈ છે. બીજી બાજુ સાઉથ આફ્રિકા ટીમ પહેલાથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચુકી છે.. પરંતુ નોકઆઉટ મેચથી પહેલા અફઘાનિસ્તાન વિરૂદ્ધ બૈટર્સના ખરાબ પ્રદર્શને ટીમની ચિંતામાં વધારો થવા લાગ્યો છે.
- Advertisement -
South Africa sign off the #CWC23 league stage with a five-wicket win over Afghanistan.
Details 👇#SAvAFGhttps://t.co/3di9jEIdGw
— ICC (@ICC) November 10, 2023
- Advertisement -
મેચમાં અફઘાનિસ્તારને પહેલા રમતા 244 રન બનાવ્યા હતા.. જેના જવાબમાં સાઉથ આફ્રીકાને લક્ષ્યને 47.3 ઓવરમાં 5 વિકેટ મેળવી હતી.. રાસી વાન ડર ડુસેનએ 76 રન બનાવીને ટકી રહ્યો હતો. અને જીત અપાવવામાં તેને પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો.. સાઉથ આફ્રીકા હવે સેમિફાઈનલમાં 16 નવેમ્બરે ઓસ્ટ્રિલાય સામે મુકલાબલો કરશે.પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રીકા અત્યારે બીજા નંબર પર છે.
પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સાઉથ આફ્રીકાની આ સારી શરૂઆત છે.. કેપ્ટન તેંબા બાવુમા અને ડિકોકે પહેલી વિકેટ માટે 64 રન બનાવ્યા હતા.. પરંતુ 2 રનની અંદર બંને ઓપનર બેટસમેન પેવેલિયન પરત ફર્યા હતા.બાવુમા 23 રન બનાવીને ઓફ સ્પિનર મુજીબ ઉર રહમાનનો શિકાર બન્યો હતો. જ્યારે સિનિયર ઓફ સ્પિનર મોહમ્મદ નબીએ ડિકોકના 41 રનના સ્કોર પર આઉટ કર્યો હતો..
5 વિકેટ પડ્યા બાદ એક વાર ફરી ચેજ કરતા સાઉથ આફ્રિકાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.. પરંતુ રાસી વાન ડર ડુસેન અને એંડિલે ફેહલુકવાયોએ છઠ્ઠી વિકેટ માટે નોટઆઉટ 65 રન બનાવીને ટીમને જીત અપાવી હતી.