ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ,
વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને બાળકોના સ્વસ્થ્યને સુધારવા માટે જાગૃતિ ફેલાવવા માટે 1 થી 7 ઓગસ્ટ અઠવાડિયું વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઇ છે. ડબલ્યુએચઓ અનુસાર નવજાત શિશુને જન્મ પછી 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ બાળક ને માતાનું સારું દૂધ મળે તો તેને જીવનભર ઘણી બીમારીઓ થતી નથી સત્ન દૂધ માં એંટીબોડીઝ હોય છે,જે વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે માતા નું દૂધ નવજાત શિશુની અંદર શક્તિ ભરવાનું કામ કરે છે તેમની રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે અને માતા માટે પણ બાળકોને સ્તનપાન કરવું જરૂરી છે સ્ત્રીઓમાં તે સ્તન કેન્સર અંડાશય ના કેન્સર પ્રકાર 2 ડાયાબીટીસ અને હ્રદય સંબંધીત રોગોનું જોખમ ખટાડે છે.
આ સમગ્ર માહિતી તાલુકા હેલ્થ ઓફિસ ડો.ગોયલ સર, બાળ વિકાસ યોજના અધિકારી ગોંડલ-1 સોનલબેન વાળા, મુખ્યસેવિકા પિન્ટુબેન દવે વર્ષાબેન ભટ્ટ નયનાબેન મહેતા મુકતાબેન ડોબા અને આઈ.સી.ડી.એસ. યોજનાના તમામ વર્કર બહેનો દ્વારા આ કાર્યક્રમ સહભાગી થઈ લોકોને જાણકારી આપેલ છે.