એઈડ્સ પ્રિવેન્સન ક્લબ દ્વારા આયોજિત
શાળા-કોલેજોમાં રેડ રિબન, સેમિનાર, લાલ ફુગ્ગાની રિબન જેવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
1 ડિસેમ્બર વિશ્ર્વ એઈડ્સ દિવસ ઉજવણીના ભાગરૂપે આ વર્ષે ઈલેકશન હોવાને કારણે તા. 5મી ડિસેમ્બરથી શરૂ કરાશે. તા. 31 માર્ચ 2023 સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે તેમ સંસ્થાના ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે. 5મી ડિસેમ્બર સોમવારે સવારે 9 કલાકે સ્કૂલ ખાતે છાત્રોની વિશાળ રેડ રિબન, તા. 6 મંગળવારે જી.ટી. શેઠ સ્કૂલ ખાતે વિશાળ રેડ રિબન સાથે વિદ્યાર્થીની માનવ સાંકળ બનાવાશે.
તા. 7મી બુધવાર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ન. પ્રા. શિ. સ. શહેર- જિલ્લાના સહયોગમાં શહેર- જિલ્લાની તમામ શાળામાં રિબન બનાવીને ધો. 9થી 12ના છાત્રોમાં એઈડ્સ જાગૃતિ પ્રસરાવાશે. તા. 8મી ગુરૂવારે લાલ ફુગ્ગાની વિશાળ રેડ રિબન બનાવીને હવામાં તરતી મૂકાશે. કેન્ડલ લાઈટ રેડ રિબનનું આયોજન 9મીએ શુક્રવારે પંચશીલ શાળા ખાતે યોજવામાં આવેલ છે તેમ સેક્રેટરી વિશાલ કમાણીએ જણાવેલ છે.