ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
આજે વિશ્વ એઇડસ દિવસ છે. આ વખતે ‘એઈડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા વિક્ષેપને દૂર કરીએ’ થીમ સાથે જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે. એચઆઈવીમાં વાળ કરતા પણ હજારો ગણો પાતળો અને ખૂબ જ સૂક્ષ્મ વિષાણુ હોય છે. આ વિષાણુંનો ચેપ લાગવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ક્રમશ: ક્ષીણ થતી જાય છે.
નબળાઈ, વજન ન વધવુ, લોહીની ટકાવારી ઓછી થવી સહિતના લક્ષણો જણાય તો નિયમિત હેલ્થ ચેકઅપ અનિવાર્ય છે. કેટલા કિસ્સાઓમાં વારસાગત બીમારી પણ એઈડસ થવાનું મુખ્યત્વે કારણ બને છે. જિલ્લામાં 2024-25 દરમ્યાન 39296 લોકોનું જનરલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમાં 93 પુરૂષો 36 મહિલાઓ સહિત લવક્ષ દર્દીઓમાં એઈડસના લક્ષણો જોવા મળ્યા હતા. આ ઉપરાંત 32284 સગર્ભા મહિલાઓના એએનસી ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યા હતા. જેમાં 5 મહિલાઓમા એઈકસના લક્ષણો જોવા મળ્યા હતા. એક વર્ષ દરમ્યાન જિલ્લામાં 71580 લોકોના એઈડ્સના રોગનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 134 દર્દીઓમાં એઈડસના લક્ષણો જોવા મળ્યા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ એઆરટી સેન્ટરમાં અત્યાર સુધીમાં 2429 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
- Advertisement -
એચઆઈવીથી બચવા આટલી તકેદારી આવશ્યક
એચઆઈવીથી બચવા માટે લોકોએ અસુરક્ષિત જાતીય સંબંધ ટાળવા જોઈએ, લગ્ન બાદ જીવનસાથી સાથે વફાદાર બનો, ગર્ભવતી મહિલાઓએ એચઆઇવી વિશે જરૂરી તબીબી સલાહ લેવી, ઈન્જેક્શન લેતા સમયે નવી સોય અને સિરીંજ વાપરો અને જરૂર પડે ત્યારે એચઆઈવીનું પરીક્ષણ કરેલું લોહી જ ઉપયોગમાં લેવું જોઈએ.



