ગુજરાતમાં નર્મદા નદી પરનો સૌથી લાંબો પુલ જૂન 2024 સુધીમાં પૂર્ણ થશે
ગુજરાતના ભરૂચ શહેરમાં નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોરમાં સૌથી લાંબો પુલ બનવાની તૈયારીમાં છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં કુલ 20 પુલ બનાવાશે, કીમ નદી ઉપર 80 મીટર લાંબો પુલ બનાવવામાં આવશે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: ગુજરાતના ભરૂચ શહેરમાં નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પરનો સૌથી લાંબો પુલ બનવા માટે તૈયાર છે. નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ તાજેતરમાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન કોરિડોર પરનો પુલ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ANIના અહેવાલ મુજબ, NHSRCL એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં વિવિધ નદીઓ પર નિર્માણાધીન તમામ 20 પુલ જૂન 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. કોર્પોરેશન તેને 2024 સુધીમાં પૂર્ણ કરવાની આશા રાખે છે, શર્માએ જણાવ્યું હતું.
- Advertisement -
બુલેટ ટ્રેનના રૂટ પર નર્મદા બાદ સહુથી લાંબો એટલે કે 700 મીટરનો પુલ તાપી નદી પર બનાવવામાં આવશે. નર્મદા નદી પર 1.26 કિમીના પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં કુલ 20 પુલ બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ -મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનને નિશ્ચિત સમય મર્યાદામાં દોડતી કરી દેવાની સરકારની યોજના છે. જેને લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળના નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યા છે. રેલવે સ્ટેશનો ઉપરાંત પુલ નિર્માણ અને અન્ય કામોએ પણ ગતિ પકડી છે. થોડા સમય અગાઉ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત અને બિલીમોરા વચ્ચે પહેલો બુલેટ ટ્રેન રન થશે એવી વાત પણ કરી હતી.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નર્મદાનદી પર સૌથી લાંબા પુલનું નિર્માણ કરાશે. 1.26 કિમિ લંબાઈનો આ પુલ જુલાઇ 2024માં તૈયાર કરી દેવાની યોજના છે.આ ઉપરાંત તાપી નદી પર પણ 700 મીટરની લંબાઈનો પુલ બનાવવામાં આવશે.તાપી નદી પરનો પુલ નર્મદા પર બની રહેલા પુલ બાદનો સહુથી લાંબો પુલ હશે.
- Advertisement -
તાપી ઉપરાંત કિમ નદી પર પણ 80 મીટરનો પુલ બનાવવામાં આવશે.કુલ 20 પુલોનું નિર્માણ કાર્ય 2024માં પૂરું કરી દેવામાં આવશે.નર્મદા પર બની રહેલા સૌથી લાંબા પુલમાં ખાસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બેવડી લાઇનવાળા આ પુલ સ્ટીલ અને કોંક્રિટથી બનાવવામાં આવી રહ્યા છે.
વર્ષ 2024 સુધી પુલ તૈયાર કરાશે : મહી નદી પર બની રહેલા 700 મીટર લાંબા પુલના ફાઉન્ડેશનનું કામ કરાઇ રહ્યું છે આણંદ અને વડોદરાને જોડનાર મહી નદી પર પણ તાપી નદીની જેમ જ 700 મીટર લાંબો પુલ બનાવવામાં આવશે. જેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.કુલ આઠ હાઇસ્પીડ રેલવે સ્ટેશનોમાંથી સુરત, વડોદરા, અમદાવાદનુ નિર્માણ 2024 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.