જર્જરિત મિલકતોમાં દુર્ઘટના સર્જાય તે પેહલા જૂનાગઢ મનપાએ પાળ બાંધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જર્જરીત ઇમારતો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી.જેમાંથી 20 જર્જરીત મિલ્કત સ્વેચ્છાએ દૂર કરવામાં આવી છે. અતિ જર્જરીત 101 ઈમારતોને દૂર કરવા તજવીજ હાથ ધરી છે. જેથી નોટિસ કાગળ સમજતા મિલ્કત ધારકોમાં દોડધામ થઈ છે.
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકાને ચોમાસુ શરૂ થયા બાદ જર્જરીત ઇમારતોનો સર્વે શરૂ કરવાનું સુઝ્યું હતું. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં સર્વે કરાયો હતો. જેમાંથી 101 ઈમારતો અતિ જર્જરીત હતી તેને દૂર કરવા નોટિસ આપી હતી. તેમ છતાં પણ મિલ્કત ધારકો નોટિસને અવગણી હોવાથી મહાનગરપાલિકા દ્વારા મિલ્કત દૂર કરવાની તજવીજ હાથ ધરી છે.અલ્ટીમેટમ આપ્યા છતાં નોટિસને ઘોળીને પી જતા મિલ્કત ધારકો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. મનપા દ્વારા 101 અતિ જર્જરીત મિલ્કતને દૂર કરવા ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. એજન્સી દ્વારા પ્રાથમિક ધોરણે જાહેર માર્ગો પર રહેલી મિલ્કતો હટાવવામાં આવશે. એજન્સી દ્વારા થઈ રહેલ કામગીરીનો તમામ ખર્ચ જે તે મિલ્કત ધારકો પાસેથી વસૂલવામાં આવશે. મહાનગરપાલિકાની કામગીરીથી મિલ્કત ધારકોમાં દોડધામ થઈ છે.