સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ
વોર્ડ નં. 3ના રોડ રિપેરીંગનું નિરીક્ષણ કરાયું; 200 ખેડૂતોના મુખ્ય માર્ગની ખુલ્લી ગટર અંડરગ્રાઉન્ડ કરીને રસ્તો સ્વચ્છ બનાવાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિકાસના કામોની કામગીરી ચાલી રહી છે.
આ અંતર્ગત સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 3 માં રોડ રિપેરિંગના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ, અમૃતવેલ-મોલડીના જુના રસ્તાનો વર્ષો જૂનો પ્રાણપ્રશ્ન પણ હાથ ધરાયો છે. આ માર્ગે 200 જેટલા ખેડૂતોની અવરજવર હોવાથી, અહીંની ખુલ્લી ગટરને અંડરગ્રાઉન્ડ કરીને રસ્તો સ્વચ્છ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મોમાઈ માતાના મંદિરથી પમ્પિંગ સ્ટેશન સુધી નવી ગટર લાઈન નાખીને વેસ્ટ પાણીને પમ્પિંગમાં નાખવાનું કામ ચાલી રહ્યું છે. ભાજપના સદસ્ય કમલેશભાઈ રાનેરા, પિયુષભાઈ મશરૂ, ગૌતમભાઈ સાવજ સહિતના કાર્યકર્તાઓ સારી ગુણવત્તાનું કામ થાય તે માટે સતત દેખરેખ રાખી રહ્યા છે.



