ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કર્યા બાદ ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ભાજપે બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતને પણ ટિકિટ આપી છે. કંગના હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અભિનેત્રી કંગના રણૌત ઘણીવાર પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેન કહેતી રહે છે. તો એ જાણીએ કંગનાને ચૂંટણીમાં શું ફાયદો થશે અને
મંડી બેઠકનું જાતીય સમીકરણ શું છે.
બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત હવે રાજકારણમાં પોતાની તાકત બતાવવા માટે તૈયાર છે. કંગનાનો જન્મ મંડીમાં જ થયો હતો, જેનો ફાયદો તેમને લોકસભા ચૂંટણીમાં થશે. કંગના રાજપૂત સમાજમાંથી આવે છે અને મંડીમાં રાજપૂત મતદારોની સંખ્યા વધુ છે. ચૂંટણીમાં કંગનાને રાજપૂત સમાજનો લાભ મળશે. આ બેઠક પર અનુસૂચિત જાતિના મતદારો છે, જેઓ ભાજપના સમર્થક ગણાય છે.
- Advertisement -
કોંગ્રેસના પ્રતિભા સિંહ હાલમાં સાંસદ
2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મંડી બેઠક ભાજપના કબજામાં હતી, પરંતુ હાલમાં તે કોંગ્રેસના કબજામાં છે. સાંસદ રામસ્વરૂપ શર્માના નિધન બાદ વર્ષ 2021માં મંડીમાં પેટાચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના પ્રતિભા સિંહની જીત થઈ હતી. જો કે, આ વખતે તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. આ વખતે ભાજપે કંગના રણૌતને મંડીથી ઉમેદવાર બનાવીને કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે. હિમાચલમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે. આવી સ્થિતિમાં કંગના માટે પણ ચૂંટણી જીતવી સરળ નહીં હોય. કોંગ્રેસે હજુ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.
ભાજપ ફરીથી મંડી બેઠક કબજે કરવા માગે છે
ભાજપ ફરી એકવાર મંડી બેઠક કબજે કરવા માગે છે. જેને લઈને પાર્ટીએ અભિનેત્રી કંગના રણૌતને ચૂંટણી મેદાનમાં ઉતારી છે. કંગના છેલ્લા કેટલાક દિવસોથી હિમાચલ પ્રદેશમાં એક્ટિવ જોવા મળી રહી છે. તે અવાર-નવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હિમાચલ પ્રદેશમાં પહેલી જૂને એક જ તબક્કામાં મતદાન થશે.
કંગનાનો પરિવાર રાજકારણ સાથે જોડાયેલો
કંગના રણૌતનો જન્મ 23મી માર્ચ 1987માં હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં થયો હતો. તેમની માતા શિક્ષક છે અને તેના પિતા બિઝનેસમેન છે. કંગનાનો પરિવાર પહેલેથી જ રાજકારણ સાથે જોડાયેલો છે. તેમના દાદા સરજુ સિંહ રણૌત ધારાસભ્ય હતા. કંગનાએ ચંદીગઢની ડીએવી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેના પરિવારની ઈચ્છા હતી કે તે ડોક્ટર બને પરંતુ કંગનાએ અઈંઙખઝ (હવે ગઊઊઝ)ની પરીક્ષા આપી ન હતી. તેનું સપનું કંઈક બીજું હતું. પોતાનું સપનું પૂરું કરવા માટે તે 16 વર્ષની ઉંમરે ઘરેથી નીકળી ગઈ હતી. તેમણે બોલિવૂડમાં ગોડફાધર વગર પોતાની ઓળખ બનાવી છે. કંગનાએ શરૂઆતમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ તેમની પ્રતિભાના આધારે મોટી સફળતા મેળવી.
- Advertisement -
કંગના રણૌત પાસે સંપત્તિ કેટલી છે?
અહેવાલો અનુસાર, કંગનાની કુલ સંપત્તિ 90 કરોડ રૂપિયાની આસપાસ છે. તે દરેક ફિલ્મ માટે 21થી 25 કરોડ રૂપિયા ફી લે છે અને તેની ગણતરી બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં થાય છે. કંગનાને કારનો ખૂબ શોખ છે. તેમની પાસે બીએમડબલ્યુ 7-સિરીઝ, એક મર્સિડીઝ એક ઈમશ ચ3 અને મર્સિડીઝ મેબેક એસ-ક્લાસ (કિંમત રૂ. 75 લાખ) છે. કંગના વૈભવી જીવન જીવે છે. તેમની પાસે હિમાચલ પ્રદેશના મનાલીમાં એક આલીશાન બંગલો છે જેની કિંમત 30 કરોડ રૂપિયા છે. તેની પાસે મુંબઈમાં પાંચ બેડરૂમનું એપાર્ટમેન્ટ પણ છે જેની કિંમત 20 કરોડ રૂપિયા છે. સાથે જ તેની મુંબઈના પાલી હિલ વિસ્તારમાં એક ઓફિસ છે જેની કિંમત 48 કરોડ રૂપિયા છે.