ભારતીય સૈન્યમાં સતત વધતી જતી મહિલાઓની ભાગીદારી તથા હવે છેક યુદ્ધ મોરચે પણ મહિલા સૈનિક તથા અધિકારીઓની તૈનાતી અને ફાઈટર જેટથી લઈને નેવીના યુદ્ધ જહાજોમાં પણ મહિલાઓની કરવામાં આવી રહેલી નિયુક્તિથી ભારતીય સૈન્ય મહિલા સૈન્ય અધિકારીને પ્રમોશન માટે ખાસ પ્રમોશન બોર્ડ રચ્યું છે. મહિલા સૈનિક અધિકારી લેફ.
કર્નલથી કર્નલ અને તેમના પુરૂષ સાથીદારની માફક જ પ્રમોશન મેળવશે અને તે પ્રક્રિયા મુજબ 1992ની બેંચના 244 મહિલા અધિકારીની પસંદગી કરવામાં આવી હતી જેમાં 108 મહિલા અધિકારીઓને આર્મીની વિવિધ સેવાઓમાં પ્રમોશન અપાશે.
- Advertisement -
આ રીતે ભારતીય સૈન્યમાં તબકકાવાર પુરૂષ અને મહિલા અધિકારીઓ સમાન રેન્ક પર હશે. આ મહિલા અધિકારી સૈન્યની મેડીકલ એન્જીનીયરીંગ મીકેનીકલ વિ. શાખામાં પ્રવેશશે.