રાજકોટમાં છવાશે ક્રિકેટ ફીવર ; 10-12-15 જાન્યુઆરીના રમાશે ત્રણ વનડે મેચ, ત્યારબાદ 28 જાન્યુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ પુરુષ ટીમ વચ્ચે રમાશે ટી20 મેચ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
T20 વર્લ્ડ કપ પછી, BCCI એ ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમો સાથે શ્રેણી ગોઠવી છે. ટીમ હવે ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અને આવતા વર્ષે જાન્યુઆરીમાં આયર્લેન્ડ સામે સફેદ બોલની શ્રેણી રમશે. આ પહેલા ભારતે ઝ20 વર્લ્ડ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ સામે 3 વનડે સીરીઝ 2-1થી જીતી હતી જે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સામે 9 મેચ 15 ડિસેમ્બરથી શરૂ થશે અને 15 જાન્યુઆરી સુધી ચાલશે.
- Advertisement -
ભારતીય મહિલા ટીમે બંને ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 3 ODI અને 3 T20 શ્રેણી રમવાની છે. 15, 17 અને 19 ડિસેમ્બરે નવી મુંબઈમાં 3 T20 રમાશે. તમામ મેચો સાંજે 7 વાગ્યે શરૂ થશે. જ્યારે 22, 24 અને 27 ડિસેમ્બરના રોજ બરોડામાં 3 વનડે રમાશે. 2 મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે છેલ્લી મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. આગામી વર્ષે જાન્યુઆરીના મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ બાદ ટીમ ઈન્ડિયા આયરલેન્ડ સામે 3 ODI રમશે. ત્રણેય મેચ રાજકોટમાં સવારે 11 વાગ્યે શરૂ થશે. આ મેચો 10 (શુક્રવાર), 12 (રવિવાર) અને 15 (બુધવાર) જાન્યુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયા મહિલા ટી20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજને પાર કરી શકી નથી. ટીમને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ટીમ સેમીફાઈનલમાં પણ પ્રવેશી શકી ન હતી.